ભરૂચનાં વાલિયાનાં ડહેલી ગામમાં ખૂંખાર દીપડો ઘૂસી જતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભરૂચનાં વાલિયામાં અવારનવાર દીપડો દેખા દે છે ત્યારે આજે ફરી એક વખત દીપડા જોવા મળ્યો હતો. દીપડાને જોતાં અહીંનાં ગ્રામજનોમાં ભારે ભયની લાગણી પ્રસરી જવા પામી છે.
વાલિયાનાં ડહેલી ગામનાં ખેતરમાં ચારે તરફ તારનું ફીનીસીંગ કરેલ હોય જે તારમાંથી દીપડો બહાર નીકળવાની કોશિશ કરતાં ફસાઈ ગયો હોય આથી વાલિયા ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. દીપડાનાં આતંકે સમગ્ર ગામમાં ભય ફેલાયો છે.
અહીં નોંધનીય છે કે વાલિયા ગામમાં આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે. આ બનાવ બાદ ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગનાં અધિકારીઓએ દ્વારા દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
Advertisement