ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડની કોંગ્રેસનાં કાર્યકર સંદીપભાઈ માંગરોલા અને કોંગ્રેસી આગેવાનો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે કોવિડ વોર્ડનાં દર્દીઓએ જણાવ્યુ હતું કે અમોને ગઇકાલથી દાખલ કરવામાં આવ્યા છે. તેમ છતાં કોઈપણ પ્રકારની સારવાર આપવામાં આવતી નથી, માત્ર કોવિડ-19 નાં શંકાસ્પદ કેસ તરીકે રાખવામાં આવ્યા છે અને કોવિડનાં સેમ્પલીંગની પ્રક્રિયા પણ કરાઇ નથી જે ભરૂચ સિવિલ હોસ્પિટલની અત્યંત ગંભીર બેદરકારી છે. ભરૂચની સરકારી હોસ્પિટલમાં 24 કલાક સુધી સેમ્પલીંગ થતાં નથી ત્યારબાદ બીજા 24 કલાક સુધીમાં રિપોર્ટની પ્રક્રિયા થવાની હોય પરંતુ 48 કલાક સુધી દર્દી રામ ભરોસે રહે છે તો વગર ટ્રીટમેન્ટમાં દર્દીઓ મોતનાં મુખમાં ધકેલાય છે તો આ અંગે તાત્કાલિક પગલાં ભરવા રજૂઆત છે.
અહીં નોંધનીય છે કે ભાજપ સરકાર દ્વારા કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને સારી વ્યવસ્થા આપવામાં આવે છે તેવું કહેવામાં આવે છે આ બધી જ વાતો માત્ર કાગળ ઉપર ચાલે છે. અહીં ભરૂચ સિવિલમાં આવનાર કોરોનાનાં દર્દીઓ અને તેના સગાઓ જણાવે છે કે કોઈ જાતની ટ્રીટમેન્ટ અમોને મળતી નથી અમારા સેમ્પલીંગની પ્રક્રિયા વગેરેમાં કોઈ ધ્યાન આપતું નથી માત્ર અમોને ભગવાન ભરોસે દાખલ કરીને છોડી દેવામાં આવ્યા છે આ તે કેવી સારવાર છે ? તેવા અનેક પ્રશ્નો સિવિલનાં દર્દીઓએ જણાવ્યા છે.