કોરોના સંક્રમણ અને વૈશ્વિક મહામારીનાં કારણે પંચમહાલ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે બિરાજમાન માં મહાકાળીનાં મંદિરમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન લાખ્ખો શ્રદ્ધાળુઓ દુર દુરથી દર્શનાર્થે આવતાં હોય છે. પંરતુ છેલ્લા એક વર્ષથી સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સંક્રમણ અને વૈશ્વિક મહામારીના પરિણામે ગત વર્ષે પણમાં મહાકાળી મંદિરના દર્શન બંધ રાખવામાં આવ્યા હતા, આ વર્ષે પણ કોરોના મહામારી પ્રકોપ યથાવત રહેતા આ વખતે પણ ચૈત્રી નવરાત્રિના આગમન પહેલા જ શ્રદ્ધાળુઓ માટે દર્શન બંધ રાખ્યા છે.
12/04/2021 થી 28/04/2021 સુધી મહાકાળી માતાજી દર્શન બંધ રાખવામાં આવ્યા છે. આ વર્ષે પણ કોરોના સંક્રમણ સ્થિતી વધુ ગંભીર બનતા પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ તેમજ પાવાગઢ યાત્રાધામ મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા કોરોના સંક્રમણ અને વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ પાવાગઢ ખાતે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પર બિરાજમાન માં મહાકાળી માતાજી મંદિર દર્શન શ્રદ્ધાળુઓ માટે બંધ રાખવામાં આવ્યા છે. આ વર્ષે મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોરોના સંક્રમણને અટકાવવા માટે સ્કીન પર દર્શન બંધ રાખવામાં આવ્યા છે. પાવાગઢ મંદિરના ટ્રસ્ટીના જણાવ્યા મુજબ કોરોના મહામારીની સ્થિતિને ધ્યાનમાં લઈને શ્રદ્ધાળુઓએ ઘરે બેઠા ઓનલાઈન દર્શન કરવા માટે સંદેશ આપવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ દ્વારા ચૈત્રી નવરાત્રી દરમિયાન પાવાગઢ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
પંચમહાલ રાજુ સોલંકી