Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ : કાકણપુર પોલીસ ઈન્સ્પેક્ટર દ્વારા એક નવું અભિયાન શરૂ, ફ્રી માસ્કનું વિતરણ…

Share

રાજ્યમાં વધતા કોરોના સંક્રમણનાં કેસના પગલે કાકણપુર પોલીસ સ્ટેશનના પી.આઈ એન એમ પ્રજાપતિ દ્વારા નવું અભિયાન શરૂ કર્યું છે જેમાં કાકણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જતા રાહદારીઓ અને વાહનચાલકોને 1500 જેટલા ફ્રી માસ્કનું વિતરણ કરવામાં આવ્યા હતા.

– કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે ત્યારે માસ્ક જ વેક્સિન છે.

– કાકણપુર પોલીસ દ્વારા લોકો માટે અભિયાન ચાલુ કરવામાં આવ્યું.

Advertisement

– કાકણપુર પોલીસ દ્વારા લોકોને માસ્ક વિતરણ કરવામા આવ્યું.

રાજ્યમાં કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે ત્યારે માસ્ક જ વેકસિન છે. ત્યારે લોકો માસ્ક પહેરીને ફરે અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરે તે માટે કાકણપુર પોલીસ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે કાકણપુર પોલીસ દ્વારા લોકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાકણપુરમાં કેટલીક જગ્યાએ ગરીબ અને રોડ પર જતાં રાહદારીઓ અને વાહનચાલકોને જેને માસ્ક ન પહેર્યું હોય. તે લોકોને પોલીસ દ્વારા દંડ નહિ માસ્ક આપીને માસ્ક પહેરવા અપીલ કરવામાં આવે છે. જેનાથી લોકોમાં માસ્ક પહેરવા અને કોરોના ગાઈડલાઈનનું પાલન અંગે જાગૃતતા આવે તે હેતુથી કાકણપુર પોલીસ સ્ટેશનના પી.આઈ એન એમ પ્રજાપતિ દ્વારા આ એક અનોખું અભિયાન ચલાવવામાં આવે છે. આ મામલે પોલીસ દ્વારા લોકોને સમજાવવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે.

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

દેશના મહત્વાકાંક્ષી જિલ્લા તરીકે ઘોષિત કરાયેલા ૧૧૫ જિલ્લામાં ગુજરાતનાં નર્મદા અને દાહોદ જિલ્લાનો સમાવેશ

ProudOfGujarat

સુરત 108 ટિમ બની ભગવાન એક વૃદ્ધ ને CPR આપી ને આપ્યું નવજીવન

ProudOfGujarat

ભરૂચ : કાંઠા છોડતા નર્મદાના જળ, ઉનાળાની શરૂઆત સાથે નદીમાં જળની માત્રા ઘટી..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!