સુરત જિલ્લામાં કોરોના વોરિયર્સ તરીકે સતત કામગીરી બજાવતા ૧૦૮ જેટલા શિક્ષકો કોરોના સંક્રમિત થતા શિક્ષકો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. હાલ કોરોના સંક્રમણમાં ખૂબ જ વધી રહ્યું છે જેમાં સુરત જિલ્લામાં પણ બાકાત નથી. સુરત જિલ્લાના ઓલપાડમાં 17, બારડોલી 9, કામરેજ 21, માંડવી 8, ઉમરપાડા 4, માંગરોલ 7, પલસાણા 3, ચોર્યાસી 32, મહુવા 8 આમ કુલ 108 જેટલા શિક્ષકો સંક્રમિત થઈ ગયા છે. આમ પરિસ્થિતિ ખરાબ થઇ રહી છે વળી જી. સી. ઈ.આર. ટી દ્વારા એપ્રિલ મહિનાની ૨૭ તારીખથી ધોરણ ૩ થી ૮ ની સામાયિક કસોટી લેવા સુચન કરેલ છે આ કેટલા અંશે વ્યાજબી કહેવાય બાળકોમાં પણ કોરોના ફેલાઈ રહ્યો છે, શિક્ષકોને પણ કોરોના થઈ રહ્યો છે જો આવા સમયે બાળકોને કસોટી આપ-લે કરવામાં આવે તો શિક્ષકો અને બાળકો બંને સંક્રમિત થઈ જશે એવી શક્યતા રહેલી છે તો જવાબદારી કોની રહેશે આમ શિક્ષક આલમમાં ચર્ચા રહ્યું છે. આખું વર્ષ શિક્ષકોએ ખૂબ જ કામગીરી કરેલ છે સરકારના આદેશ મુજબ કોરોના સમયે પણ ખૂબ જ સુંદર કામગીરી કરી રહ્યા છે હાલ નિદાન કસોટીનો સ્કેનિંગ પણ ચાલુ છે જેથી હાલ એકમ કસોટી ન લેવાય તે માટે રજૂઆત કરાઈ છે. આ ઉપરાંત રાજ્યની તમામ શાળાઓમાં ૫૦ ટકા હાજરી સાથે શિક્ષકોને બોલાવવામાં આવે કોરોના કેસના સતત વધારાને કારણે બાળકો શાળામાં ન આવતા હોવાને કારણે તમામ સ્ટાફને ન બોલાવતા ઓડી વન પદ્ધતિ શિક્ષકોને બોલાવવામાં આવે એવી સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી દ્વારા રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા મહામંત્રી સતિષભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. મળતી માહિતી મુજબ ઉપરોક્ત રજૂઆત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણ સચિવ ડો વિનોદ રાવ સાહેબને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે.
વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.