ભરૂચ જીલ્લામાં પ્રોહિબિટેડ પ્રવૃત્તિઓ અટકાવવા માટે જુગારનો ગણનાપાત્ર કેસ વાલિયા પોલીસ સ્ટેશને શોધી કાઢયો છે.
આ બનાવની મળતી વિગતો અનુસાર રેન્જ આઈ.જી. પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ, ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ભરૂચ જીલ્લામાં બનતી જુગારની અસામાજિક રીતે જુગારની પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇનાં માર્ગદર્શન મુજબ પી.આઇ. વી.એન રબારી, પો.સ.ઇન્સ. પી.એન.વલવી તથા વાલિયા પોલીસનાં સ્ટાફને બાતમી મળેક કે પીઠોર ગામનાં પિન્ટુ રતિલાલ વસાવા, રતિલાલ મોતીભાઈ વસાવા તેના આર્થિક ફાયદા માટે સીમમાં આવેલ ખાડીનાં કિનારે ઝાડીઓનાં ઓથમાં આજુબાજુનાં ગામડામાંથી માણસો બોલાવી દાવ ઉપરનાં નાણાં ઉધરાવી ગંજી પાનાંનો જુગાર રમાડતા હોય જે બાતમીવાળી જગ્યાએ પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવતા 3 આરોપીઓ (1) ભાવિન વિનોદ દોશી ઉં.વ 33 રહે. ભાટવાડ રાજપીપળા તા.નાંદોદ, જી.નર્મદા (2) ગોકુળભાઈ શ્રવણભાઈ ચૌધરી ઉં.વ. 54 રહે. રધુવીરનગર અંદાડા તા.અંકલેશ્વર (3) રાજુભાઇ જયકિશન વસાવા ઉં.વ. 45 રહે. ચ્ંદેરિયા સૂકવાણા ફળિયું તા.નેત્રંગ જી.ભરૂચ નાઓ સ્થળ ઉપર જુગાર રમતા હોય જેની અંગ જડતીમાંથી મળેલ રોકડ રકમ રૂ. 23,860, મોબાઈલ ફોન નંગ 4 કિં.રૂ. 4000, એક ફોરવ્હીલ, ત્રણ મોટરસાયકલ મળી કિં.રૂ. 1,50,000 મળી કુલ રૂ.1,77,860 નાં મુદ્દામાલ સાથે ત્રણ આરોપીને દરોડા દરમિયાન પોલીસે પકડી પાડયા છે અને પોલીસ રેડ દરમિયાન જુગારનાં સંચાલક પિન્ટુ વસાવા, રતિલાલ વસાવા, બાબુ વસાવા, રામજી, મેહુલ સ્થળ પરથી નાસી છૂટયા હોય જે તમામ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે ભાગેડુ આરોપીઓનાં સગડ મેળવવા તજવીજ હાથધરી છે.
ભરૂચ : વાલિયાનાં પીઠોર ગામથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વાલિયા પોલીસ.
Advertisement