ગુજરાતમાં કોરોના સંક્રમણને પગલે રાજ્ય સરકાર દ્વારા 20 શહેરોમાં રાત્રિ કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે વીસ શહેરોમાં નાઈટ કરફ્યુની જાહેરાત બાદ હવે ગોધરા એસ.ટી વિભાગ દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગોધરા એસ.ટી વિભાગના વિભાગીય નિયામક બી.આર ડીડોર દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિભાગના સાત ડેપોમાં રાત્રે 8 વાગ્યા બાદ બસો પ્રવેશી શકશે નહી સાથે જ મુસાફરોને રાત્રે 8 વાગ્યા બાદ ન નીકળવા માટેની એસ.ટી વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં તંત્ર હરકતમાં આવ્યું છે. કોરોના મહામારીને પગલે ગુજરાતમાં વધી રહેલા કેસ પંચમહાલ જિલ્લાને ચિંતાજનક સ્થિતિમાં મૂક્યું છે. ગોધરા એસ.ટી ડિવિઝન દ્વારા લાંબા રૂટની એક્સપ્રેસ બસો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં ગોધરા ડિવિઝનના 7 ડેપોની રાત્રિ દરમ્યાન ચાલતી એક્સપ્રેસ બસો બંધ કરવામાં આવી છે. ગુજરાતમાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા સંક્રમણને કાબુમાં લેવા રાજ્યના 20 શહેરોમાં રાત્રિ કરફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. ત્યારે ગોધરાના એસ.ટી વાહન વ્યવહાર નિગમ દ્વારા પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગોધરા એસ.ટી ડિવિઝન દ્વારા લાંબા રૂટની એક્સપ્રેસ બસો જેમાં સૌરાષ્ટ્ર અમદાવાદ સુરત જેવા લાંબા રૂટની બસ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં ગોધરા ડિવિઝનના 7 ડેપોની રાત્રિ દરમ્યાન ચાલતી એક્સપ્રેસ બસો બંધ કરવામાં આવી છે. આ તમામ બસો સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધી જ મુસાફરી માટે ચાલુ રાખવામાં આવશે. પંચમહાલ જીલ્લામા કોરોનાનુ સંક્રમણ વધી રહ્યુ છે. ગોધરા શહેરમાં પણ રાત્રી કરફ્યુ અમલી છે 112 શીડ્યુલ ગોધરા વિભાગમા સમાવેશ સાત ડેપો ગોધરા, હાલોલ, કાલોલ, શહેરા, લુણાવાડા, સંતરામપુર, દાહોદ ડેપોનો સમાવેશ થાય છે. સુરત, અમદાવાદ, સૌરાષ્ટ્ર જેવા શહેરોને જોડતી સેવા બંધ કરવામા આવી છે. ગોધરા એસ.ટી વિભાગના વિભાગીય નિયામક બી.આર ડીડોર પાસેથી મળતી માહિતી અનુસાર 112 શીડયુલ અને 202 ટ્રીપ બંધ કરવામાં આવી છે. કોરોનાને કારણે લોકડાઉન થયુ ત્યારે પણ તેની સીધી અસર એસ.ટી વિભાગને પડી હતી. ફરી એકવાર કોરોનાને કારણે ટ્રીપો બંધ થવાને કારણે ખોટ થઈ રહી છે.
પંચમહાલ રાજુ સોલંકી