હાલ કોરોનાએ લીંબડી શહેરમાં કહેર વર્ષાવ્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે તંત્રએ કોરોનાની ગંભીરતા લઈને સરકારી ગાઈડલાઈનનુ પાલન કરવા લીંબડીની પ્રજાને વારંવાર અપીલ કરવામાં આવી રહી છે તેમ છતાં લીંબડી શાકમાર્કેટમાં વેપારીઓ તંત્રની અપિલોને નજર અંદાજ કરી અને કોરોનાની સરકારી ગાઈડલાઈનનું ખુલ્લેઆમ એસી કી તેસી કરતા હોય તેમ લાગી રહ્યું છે
ત્યારે લીંબડી ડેપ્યુટી કલેક્ટર હર્ષદવર્ધનસિંહ સોલંકી દ્વારા પણ વેપારીઓની બેઠક બોલાવી સોશ્યલ ડિસ્ટેન્સ તેમજ માસ્ક ફરજિયાત રાખવાં અપિલ કરવામાં આવી હતી તેમ છતાં લીંબડીના શાકભાજીના વેપારીઓ લાપરવાહ બની કોરોનાનો વેપાર કરતાં હોય તેમ વિડિયોમા દેખાય રહ્યું છે. ત્યારે હાલ કોરોના મહામારી વચ્ચે લોકોના સ્વાસ્થ્ય સાથે આ લોકો ચેડાં કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આ બાબતે તંત્ર પણ ચુપ હોય તેમ લાગી રહ્યું છે જો તંત્ર દ્વારા આ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તો આવનાર સમયે કોરોના કહેર માં થોડી રાહત મળે કેમ કે આવા લોકોની સામેની કડક કાર્યવાહી જોઈને અન્ય નઠારાઓમાં સુધારો આવી શકે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
લીંબડી શાકમાર્કેટમાં તંત્રની એસીકી તેસી કરતા વેપારીઓ : કોરોના વેચવા બેઠા હોય તેવા જવાબો વેપારીઓ પાસેથી મળ્યા.
Advertisement