અંકલેશ્વરમાં મોબાઈલ ચોર ટોળકી અવારનવાર મોબાઇલની તફડંચી કરતી હોય છે. ભરૂચ ક્રાઇમ બ્રાંચે બાતમીનાં આધારે મોબાઈલ ચોરી કરતાં એક શખ્સને ઝડપી પાડયો છે.
આ બનાવની મળતી માહિતી અનુસાર પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ, રેન્જ વડોદરા, ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ભરૂચ જીલ્લામાં થતાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટેની સૂચના આપવામાં આવેલી જે સૂચના અનુસાર એલ.સી.બી. પી.આઇ. જે.એન.ઝાલાનાં માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમીનાં આધારે અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર આવેલ મારૂતિધામ સોસાયટી-2 ખાતેથી બિલ કે આધાર પુરાવા વગર ચોરી કે ગુનાહિત પ્રવૃત્તિથી મેળવેલ અલગ-અલગ કંપનીનાં આઠ જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા. આ રીતે ગુનાહિત ઇરાદાથી ચોરી કરનાર મોબાઈલ ફોનનાં આરોપી સમીર ઉર્ફે ગૌરવ ઉર્ફે ગોરીયા ઉર્ફે મનોજ યાદવ રહે.હાલ મારૂતિધામ સોસાયટી-2 લક્ષ્મણનગરની બાજુમાં રાજપીપળા રોડ, સારંગપુર તા.અંકલેશ્વર મૂળ રહે.ખડૂઈ, મુંગેર. બિહાર નાઓની તલાશી લેતા કુલ 8 નંગ મોબાઈલ ફોન જેની કિંમત રૂ.41,000 સહિતના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.