કોરોનાના કહેર વચ્ચે વધતા કેસોને પગલે હાઇકોર્ટનાં નિર્દેશથી ગુજરાત સરકાર દ્વારા તારીખ 7 થી 30 એપ્રિલ સુધી રાત્રે 8 થી સવારના 6 વાગ્યા સુધી ઇમરજન્સી સેવાઓને છોડી કરફ્યુ મુકવામાં આવ્યો છે.
કોરોનાનું સંક્રમણ રોકવાના ભાગરૂપે ભરૂચ પોલીસ દ્વારા કરફ્યુના કડક અમલ કરવામાં આવી રહ્યો છે. શહેરના પાંચબત્તી સર્કલ, મહંમદપુરા સર્કલ, રેલવે સ્ટેશન વિસ્તાર, શક્તિનાથ વિસ્તારમાં કરફ્યુનો પોલીસ દ્વારા ચુસ્ત અમલ કરાવાઈ રહ્યો છે, કરફ્યુના સમય દરમ્યાન બિનજરૂરી બહાર નીકળતા લોકોને ચેક કરવામાં આવી રહ્યા છે. કરફ્યુના અમલ સાથે પ્રથમ દિવસે ડી.વાય.એસ.પી. વિકાસ સુંડાએ જણાવ્યું હતું કે વગર કારણે ઘર બહાર નીકળવું નહીં, ઇમરજન્સી હોઈ તો જ ઘરની બહાર નીકળવું, કરફ્યુનો કડક અમલ કરવામાં આવશે, તો બીજી તરફ જિલ્લામાં ભરૂચ, અંકલેશ્વર અને વાલિયા, ઝઘડિયા, નેત્રંગ ખાતે પોલીસ વિભાગ દ્વારા જાહેરનામા ભંગ, માસ્ક સહિતની બાબતોને લઇ ૩૦ થી વધુ લોકો સામે ગુના દાખલ કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
રાત્રી કરફ્યુનું પાલન કરાવવા ભરૂચ પોલીસ ફોર્સ મેદાનમાં, ઠેરઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, જાહેરનામા અને માસ્ક ભંગનાં ૩૦ થી વધુ ગુના નોંધાયા…!
Advertisement