– ૧૦-૨૦ રૂપિયાના માસ્કથી લોકો પોલીસના દંડથી બચી જશે પણ સંક્રમણ છોડશે ખરુ?
અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે. કોરોનાનો બીજો તબક્કો શરુ થયો છે. એક સર્વમાન્ય વિચાર મુજબ માસ્કને કોરોના વાયરસના સંક્રમણ સામેની ઢાલ માનવામાં આવે છે અને તે સત્ય પણ છે. પરંતુ બજારોમાં દસ વીસ રુપિયાની કિંમતના માસ્ક ઢગલાબંધ વેચાઇ રહ્યા છે, ઘણા લોકો એક જ માસ્ક જાણે આજીવન ચલાવવાનું હોય એમ તેને ચલાવ્યે રાખે છે!ઉપરાંત બજારોમાં મળતા આવા ચાલુ માસ્ક ગુણવત્તા સભર ગણાય ખરા ? એ બાબતે સમાજનો બુધ્ધિજીવી વર્ગ અવઢવમાં જણાય છે. આવા માસ્ક કોરોના વાયરસનો હુમલો ખાળવા સક્ષમ ગણાય ખરા ? આ બાબતે યોગ્ય વૈચારિક સંશોધનની આવશ્યકતા જણાય છે. જનતાને કોરોનાથી બચાવવા સરકાર અસરકારક પગલા લઇ રહી છે,ત્યારે માસ્કની ગુણવત્તા બાબતે પણ વિચાર વિમર્શ કરાય તે જરુરી છે. જો ચાલુ માસ્ક ગુણવત્તા વિહીન હોય તો તેના ઉપયોગથી દંડનીય કાર્યવાહીથી તો બચી જવાશે, પરંતુ કોરોના સંક્રમણથી પણ બચાશે એની કોઇ ખાતરી ખરી ? ત્યારે માસ્કની ગુણવત્તા બાબતે તંત્ર યોગ્ય કરે તે ઇચ્છનીય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ