ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા મહામંત્રી સતિષભાઈ પટેલ દ્વારા રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવેલ છે કે અગાઉ વધઘટ બદલી કેમ્પમાં ધોરણ 1 થી 5 ના ઘણા શિક્ષકોને તાલુકા બહારની શાળામાં જવુ પડેલ છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સંદર્ભ દર્શિત તારીખ 19/12/20 થી રજૂઆત કરેલ હતી કે વધ ઘટ બદલી કેમ્પમાં વધ પડેલ ધોરણ 1 થી 5 ના શિક્ષકોને મૂળ શાળામાં ધોરણ 6 થી 8 ની જગ્યા હોય તો વિકલ્પ આપવામાં આવે અને મૂળ શાળામાં સમાવવા રજૂઆત કરવામાં આવેલ છે.
હાલ વિકલ્પ કેમ્પ થાય તેમાં તાલુકા બહાર ગયેલા 1 થી 5 ના શિક્ષકોને ધોરણ-6 થી 8માં મૂળ શાળા કે મૂળ તાલુકા શાળા કે મૂળ તાલુકામાં વિકલ્પની તક મળે તેમ કરવા વિનંતી છે, વધ-ઘટના કેમ્પ થયા તેમાં સિનિયર શિક્ષકો બહાર ગયા અને જુનિયર શિક્ષકો તાલુકામાં રહ્યા છે તો એ જે તાલુકામાં જુનિયર છે છતાં વિકલ્પનો લાભ લઇ શકે છે અને સિનિયર નથી લઇ સકતા આ બાબતે અમારી વધથી ગયેલા શિક્ષકોને મૂળ શાળા, મૂળ તાલુકા શાળા કે મૂળ તાલુકામાં સમાવવા રજૂઆત કરવામાં આવી છે એમ સુરત જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી એ સંયુક્ત અખબારી યાદીમાં જણાવેલ છે.
વિનોદ મૈસુરીયા, વાંકલ