ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનાં નાનાસાંજા ગામે રહેતા સંદિપસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ નાનાસાંજા ગામે પશુઆહાર વેચવાનો ધંધો કરે છે. તેઓ તેમની દુકાનમાં વિવિધ જાતના પશુ આહારનું વેચાણ કરે છે. તા.૩ ના રોજ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કઠોદરા ગામનો સિરાજ મુસા સિદાન અને અને અન્ય બે ઇસમોએ આ પશુ આહારની દુકાને આવીને ૫૦ કિલોની ૭૦ બેગ અને ૪૦ કિલોની ૫ બેગ મળીને કુલ રૂ.૧૦૫૭૫૦ ની કિંમતની કુલ ૭૫ બેગ પશુ આહારની ખરીદી હતી. ખરીદી કર્યા પછી આ ઇસમોએ દુકાનદાર સંદિપસિંહને સામાનના પૈસા ચુકવ્યા ન હતા. આમ સામાન ખરીદીને તેના આપવાના થતાં પૈસા નહિં આપીને ઠગાઇ કરી હતી. આ ઘટનામાં ઠગાઇનો ભોગ બનનાર પશુ આહારના વેપારી સંદિપસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ રહે.નાનાસાંજા તા.ઝઘડીયા જિ.ભરૂચ નાએ ખરીદી કરીને પૈસા નહિં આપનાર એક ઇસમ સામે નામ જોગ અને અન્ય બે અજાણ્યા ઇસમો મળી કુલ ત્રણ ઇસમો સામે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ