Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગણેશ સુગર ફેકટરીનાં સભાસદોનો હલ્લાબોલ : અન્ય શુગર ફેકટરીઓ કરતા ઓછો ભાવ અપાયો હોવાનો આક્ષેપ.

Share

ભરૂચ જિલ્લાના વટારીયા ખાતે આવેલ ગણેશ શુગર ફેકટરીના કેટલાક સભાસદોએ અન્ય શુગર ફેકટરીઓ કરતા શેરડીનો ઓછો ભાવ અપાયો હોવાના આક્ષેપ સાથે શુગર ફેક્ટરીની કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ હાલમાં દક્ષિણ ગુજરાતની વિવિધ શુગર ફેકટરીઓએ શેરડીના ભાવો જાહેર કર્યા છે. જ્યારે આ બાબતે ગણેશ સુગર ફેકટરીના કેટલાક સભાસદો દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા અન્ય શુગર ફેકટરીઓની સરખામણીએ ગણેશ શુગર દ્વારા ઓછો ભાવ જાહેર કરાયો છે. આ બાબતે આવા આક્ષેપ સાથે સભાસદોના એક જૂથે શુગર ફેક્ટરી પર હલ્લાબોલ કર્યો હતો, અને ઓછો ભાવ જાહેર કરવાનું કારણ પૂછ્યુ હતું. સભાસદોએ આક્ષેપ કર્યો હતો કે ગણેશ શુગરમાં સભાસદો સાથે અન્યાય થઇ રહ્યો છે. અન્ય શુગર ફેકટરીઓ કરતાં રૂ.૨૦૦ થી ૫૦૦ જેટલો ઓછો ભાવ ગણેશ શુગર દ્વારા ખેડૂતોને ચૂકવવામાં આવ્યો છે. વધુમાં જણાવાયા મુજબ જો ગણેશ શુગરના સંચાલકો દ્વારા ખેડૂત સભાસદોને યોગ્ય જવાબ નહીં અપાય તો તેમને તેમના ઘરનાં પગથિયાં બતાવી દેવાની પણ ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ગણેશ સુગર ફેકટરીના વહિવટ બાબતે વકરી રહેલા વિવાદને લઇને જિલ્લામાં સહકારી ક્ષેત્રે ચકચાર મચવા પામી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ : ભાઈની ખરાબ આદત છોડાવવા તાંત્રિક પાસે જતાં બહેન સાથે થઈ લાખોની ઠગાઇ.

ProudOfGujarat

વાંકલ : માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે ગણેશજીની નાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના વાલીયા તરફથી નેત્રંગ કારમાં વિદેશી દારૂ લઈને અંકલેશ્વર આવી રહ્યા છે તેવી બાતમી એલસીબી પોલીસને મળતા પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન કારનો પીછો કરી બે બુટલેગરો ઝડપી તેમજ વિદેશી દારૂ અને રૂ 532001 કબજે કર્યા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!