Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર વિસ્તારમાં કોરોનાનાં વધતા જતા વ્યાપ સામે જયાબેન મોદી હોસ્પિટલ સહીત અન્ય ખાનગી કોવીડ સેન્ટરો બનાવવાની સામાજિક સંગઠન દ્વારા માંગ કરાઈ.

Share

અંકલેશ્વર વિસ્તારમાં દિવસે દિવસે કોરોનાની બીમારીનો વ્યાપ વધી રહ્યો છે જેની સામે સરકારી અને ખાનગી કોવીડ સેન્ટરોની કમી વર્તાઈ રહી છે. સરકારી કોવીડ સેન્ટર તરીકે ESIC હોસ્પિટલ ને જાહેર કરવામાં આવી છે. પરંતુ ત્યાં ડોક્ટર સહિતના સ્ટાફ ની અછત હોવાથી કોરોનાની યોગ્ય ઈમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થતી નથી અને દર્દીઓને અન્ય કોવીડ સેન્ટરોમાં જવાનું કહેવામાં આવે છે. હાલની પરિસ્થિતિમાં ખાનગી હોસ્પિટલોમાં ઈમરજન્સી સેવાઓ માટે બેડ મળી શકતા નથી અને ગરીબ વ્યક્તિઓ આ થતા ખર્ચ માટે સક્ષમ હોતા નથી જે માટે પણ કોરોનાના મૃત્યુ દરમાં વધારો થયો છે. સરકાર તરફથી ફક્ત બેડ સુવિધા નહી પરંતુ ઈમરજન્સી સેવાઓ જેવી કે ઓક્સીજન અને વેન્ટીલેટર ઉપલબ્ધ હોય એવા સેન્ટરોની વ્યવસ્થા કરવાની માંગ સ્થાનિક સામાજિક સંગઠન દ્વારા કરાઈ છે.

પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા માંગ કરવામાં આવી છે કે (૧) અગાઉ જયાબેન મોદી હોસ્પિટલ ને કોવીડ સેન્ટર જાહેર કરવામાં આવેલ હતું ત્યાં ડોકટરો અને ઈમરજન્સીના સાધનો હોવાથી ત્યાં સારી સેવા મળતી હતી માટે ફરીથી ત્યાં સરકારી કોવીડ સેન્ટર શરૂ કરવામાં આવે અને તે માટે સરકાર પાસેના અધિકારોનો પ્રજા હિતમાં ઉપયોગ કરવાની માંગ કરવામાં આવી છે.
(૨) હાલની વિકટ પરિસ્થિતિ જોતામાં ખાનગી કોવીડ સેન્ટરોમાં વધારો કરવામાં આવે અને તેમાં થતા ખર્ચ પર સરકારનું નિયંત્રણ રહે એવી મોનીટરીંગ વ્યવસ્થા કરવા વિનંતી કરવામાં આવે છે. જેથી ખાનગી હોસ્પિટલોમાં આપવામાં આવતા ખોટા બીલો પર નિયંત્રણ આવે.
(૩) કોવીડ વેક્સીન સેન્ટરો વધારવામાં આવે અને હાલ વેક્સીન ની જે અછત ઉભી થઈ છે તે દુર કરવાની માંગ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : આદિવાસી સમાજને અંગત અદાવતમાં હેરાનગતિ કરાતા BTTS અને BTP દ્વારા જિલ્લા કલેકટરને આવેદન.

ProudOfGujarat

ભરૂચ-અમૃતસર થી બાંદ્રા તરફ જતી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન માંથી ૨ રિવોલ્વર અને ૭ જીવતા કાર્ટુસ સાથે એક યુવક ની અટકાયત…

ProudOfGujarat

રાજકોટ : બેંકમાંથી લોન લઈ ન ચૂકવેલ બે વ્યક્તિને ૬ મહિનાની સજા, વળતર રૂપે ચેકની રકમ વાર્ષિક ૯ ટકાના વ્યાજ સાથે ચૂકવવા આદેશ આપ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!