પ્રાપ્ત થતી માહીતી અનુસાર સરભાણ ગામ નજીક આશરે બે વર્ષથી માટીનું ખોદકામ ચાલી રહ્યું હતુ ત્યાં આજરોજ ગેરકાયદેસર માટી ખોદકામ ખોદતાં સ્થળ ઉપર પાણી નીકળી આવતા ગામ લોકોને જાણ થતા લોકોના ટોળા સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા.
સરભાણ ગામના રેહવાસી અને ભાજપના પૂર્વ ઉપપ્રમુખ પ્રકાશભાઈએ મીડિયા સમક્ષ આક્રોસ વ્યકત કરતા આક્ષેપ સાથે જણાવ્યું હતુ કે ગામ લોકોએ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે ખાણ ખનિજમાં અરજીઓ તથા આર.ટી.આઇ એકટ મુજબ માહિતી માંગી હતી ત્યાંથી જાણવા મળ્યું હતુ કે કોન્ટ્રાક્ટરએ કોઈ પરમિશન જ લીધી નથી તેમજ માટી ખોદકામ કરેલ છે તેની કોઈ રોયલ્ટી પણ ભરેલી નથી તો સવાલ એ ઉભા થાય છે કે કોન્ટ્રાક્ટર કોણા પરમિશનથી અને કોના સહયોગથી માટીનું ખોદકામ કરેલ છે તેવા અનેક સવાલો ગામ લોકોમાં ઉઠવા પામ્યા છે.
વધુમાં તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતુ કે પહેલા ખોદકામની જગ્યા ઉપર મોટા બાવળ હતા જે કોન્ટ્રાક્ટર દ્વારા બાવળો કાપી કાઢવામાં આવ્યા હતા અને તેને વેચી તે રૂપીયા આજદીન સુધી પંચાયતમાં જમા કરવામાં આવેલ નથી જેવા ગંભીર આક્ષેપો કરતા ગામ લોકોમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો, જયારે ભ્રષ્ટાચાર આચરતા લોકો સામે તંત્ર અગાઉના દીવસોમાં શું કાર્યવાહી કરશે તે આવનારા દિવસોમાં જોવુ રહ્યું.