Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નેશનલ હાઇવે નં.48 વડદલા પાટીયા પાસેથી વિદેશી દારૂ સાથે બે આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.

Share

ભરૂચમાં અવારનવાર વિદેશી દારૂની હેરાફેરી કરતાં શખ્સોને પોલીસ સકંજામાં લેતી હોય છે. આજે ફરી એક વખત વડદલા પાટિયા પાસેથી પોલીસે રૂ. પાંચ લાખથી વધુનાં મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી પાડયા છે.

આ બનાવની મળતી વિગતો અનુસાર પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ રેન્જ વડોદરા, ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પ્રોહિબિશનને લગતા કેસો શોધી કાઢવા સૂચના આપવામાં આવેલ હોય જે સૂચનાને અનુસંધાને પોલીસ ઈન્સ્પેકટર જે.એન.ઝાલા, એલ.સી.બી. ભરૂચની સૂચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી કે ભરૂચ નેશનલ હાઇવે નં.48 ઉપર ભરૂચ એલ.સી.બી પોલીસને એક શંકાસ્પદ હિલચાલવાળી ટ્રક જણાયેલ જેની બાતમીનાં આધારે તલાશી લેતા વડદલા પાટિયા પાસેથી આઇસર ટ્રક નંબર MH-48 G 4214 માં બનાવેલ ચોર ખાનામાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂ રૂ.2,61,400, આઇસર ટ્રક નં. MH-48 G 4214 કિં.રૂ.3,00,000, મોબાઈલ નંગ 1 કિં.રૂ.1000 મળી કુલ મુદ્દામાલ કિં.રૂ. 5,62,400 સાથે બે આરોપીઓ (1) દિપક ઉર્ફે મોવનલાલ તુલસારામ મેધવાલ હાલ રહે.ઉમરદા ગામ ઝુંપડામાં મહારાષ્ટ્ર (2) રાકેશ ઉર્ફે ઇન્દ્રરામ જોધારામ મેધવાલ રહે. ઉમરદા ગામ નંદુબારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે ભરૂચ શહેર સી ડીવીઝનને સોંપવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

અમદાવાદ-મુંબઈ વચ્ચે ‘વંદે ભારત એક્સપ્રેસ’ ની ટ્રાયલ રન 130 Kmph ની ઝડપે શરૂ.

ProudOfGujarat

નડિયાદ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગે મીટીંગ યોજાઈ

ProudOfGujarat

ભરૂચ – LCB પૉલિસ દ્વારા સી ડીવીઝન પૉલિશ વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો , બે આરોપીની કરી અટકાયત ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!