*દિવસેને દિવસે કોરોના સંક્રમણના કેસોમાં ધરખમ વધારાથી ગ્રામજનોમાં ભયનો માહોલ,
*તમામ દર્દીઓને સારવાર હેઠળ ખસેડાયા,
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ ગામ સહિત તાલુકાભરમાં કોરોના ફરીથી સક્રિય થતાં તેનો વિકરાળ પંજો ફેલાવતા દિવસેને દિવસે કોરોના પોઝિટિવની સંખ્યામાં વધારો નોંધાય રહ્યો છે.કોરોના વાયરસ વધવાથી નિર્દોષ લોકો સંકમીત થઇ રહ્યા છે.જેમાં નેત્રંગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના વાયરસે પગપેસારો કરતાં ગરીબ પ્રજામાં હાહાકાર મચી જવા પામ્યો છે,જેમાં હાલમાં નેત્રંગ તાલુકામાં ૧૨ જેટલા કોરોના સંકમિત દદીઁઓ છે,એટલે કે ૧૨ કોરોનાના કેસો એકટીવ છે,જેમાં બે દદીઁઓને સારવાર હેઠળ અંકલેશ્વર અને અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા છે,અને ૧૦ દદીઁઓને હોમ ક્વોરોનટાઇન કરાયા છે, દિવસેને દિવસે કોરોના સંક્રમણના કેસોમાં ધરખમ વધારાથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે,ગ્રામજનો સ્વંયભુ લોકડાઉન અંગે વિચારી રહ્યા છે, આરોગ્ય વિભાગ, નેત્રંગ ગ્રામપંચાયત, મામલતદાર, પોલીસ તંત્ર, વેપારી આલમ આ બાબતે ગંભીર બની સાવચેતીના ખાસ પગલાં ભરે તે જરૂરી છે.આમ પ્રજા પણ પોતાની નૈતિકફરજ સમજે તે ખાસ જરૂરી છે.