ભરૂચ જિલ્લામાં લૂંટના ગુનાના આરોપીઓને શોધી કાઢી મુદ્દામાલ કબ્જે કરી જીઆઇડીસી પોલિસે આરોપીઓને હસ્તગત કર્યો છે આ બનાવની મળતી વિગતો અનુસાર ભરૂચ જિલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ અવાર-નવાર બનતા રહે છે. આથી રેન્જ વડોદરા પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અનુસાર નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ ના માર્ગદર્શન મુજબ જીઆઇડીસી પોલીસ વિસ્તારમાં આઈપીસી ૩૯૪(ક) ૧૩૫ મુજબના ગુનાના કામની ફરિયાદ ધનભાઈ દમણીયાભાઈ વસાવાએ નોંધાવી હતી. તે દરમ્યાન અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ લક્ષ્મી ઓટો બોડી બિલ્ડર્સ કંપનીના ગેટ પાસે પસાર થતા હતા તે વખતે બે અજાણ્યા ઈસમો ઉ.વ ૨૫ થી ૩૦ ના હોય તેમને મોટર સાયકલ ઉપર આવી ધનાભાઈને પથ્થરના ઘા ઝીકી ઇજા પહોંચાડી એફ ૧૫ મોબાઈલની લૂંટ ચલાવી નાસી ગયા હતા. આ બનાવની જાણ પોલીસ મથકમાં કરતાં પોલીસ દ્વારા હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે લૂંટનો ગુનો શોધી કાઢવામાં આવેલ હોય આ ગુનામાં સંડોવાયેલ આરોપી લક્ષમણ ઉર્ફે લખી ભીમસિંગ સનમ ઉ.વ ૨૨ રહે. જોગસ પાર્ક અંકલેશ્વર મૂળ રહે. નેપાળ ને પોલીસે પકડી પાડ્યો છે. જેને પોલીસે ઝડપી લઈ ચોરી, લૂંટ સહિત નો મુદ્દામાલ સાથે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે લૂંટના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો
Advertisement