ભરૂચ જિલ્લાનાં આમોદ ખાતે રખડતા શ્વાનનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, થોડા દિવસ અગાઉ મચ્છી માર્કેટ વિસ્તારમાં એક સાથે ચાર બાળકોને શ્વાને કરડતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ વધુ ઘટનાઓ હવે સામે આવી રહી છે તે બાબતે લોકોમાં ચિંતા જગાવી છે.
આમોદનાં નુરાની પાર્ક અને ફૈયાઝ પાર્ક વિસ્તારમાં શ્વાને એક બાળક અને ચાર બકરાઓને કરડતા લોકોમાં ફફડાટની લાગણી છવાઇ છે, સાથે જ ખુંખાર બનેલા રખડતા શ્વાન સામે તંત્ર ત્વરિત એક્શનમાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
Advertisement
મહત્વની બાબત છે કે થોડા દિવસો અગાઉ પણ રખડતા શ્વાનનાં કારણે નબીપુર ગામ ખાતે એક બાળકે જીવ ગુમાવ્યો હતો ત્યારે આ પ્રકારે વધતા જતા શ્વાનનાં હુમલાઓ ચિંતા ઉપજાવી રહ્યા છે.