Proud of Gujarat
INDIAFeaturedGujarat

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાન યોજનામાં ત્રણેય ડેમનાં સમાવેશની માંગ કરી.

Share

પ્રાપ્ત માહિત મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાટણના વડાવલી ગામેથી સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો, લગભગ ૧૮,૦૦૦ કામો, તળાવ ઊંડા કરવા, ચેકડેમોને ડિસિલ્ટિંગ કરવું અને નહેરોની સફાઈ કરાવવી અને પાણીની સંગ્રહશક્તિ વધારવા ૨૦,૦૦૦ લાખ ઘનફૂટ પાણી તળાવો ખોદીને જળ સંગ્રહ કરવાની યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો,જે પ્રસંશાપાત્ર છે.

જેમાં મુખ્યત્વે ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતી ટોકરી નદી ઉપર ચાર-પાંચ દાયકા પહેલા ૮.૧૫ એમસીએમ બલદવા ડેમ,૭.૫૨ એમસીએમ પીંગોટ ડેમ અને ૧૪.૧૭ એમસીએમ પાણી સંગ્રહ કરવાની ક્ષમતાની સાથે મધુવંતી નદી ઉપર ધોલી ડેમનું નિમૉણ કરવામાં આવ્યું હતું, અને ત્યારબાદ વાલીયા, ઝઘડીયા અને નેત્રંગ તાલુકાની અંદાજીત ૪૦૦૦ વધુ હેક્ટર જમીનને સિંચાઈ માટે પુરતું પાણી આપવા કેનાલ બનાવવામાં આવી હતી, જેમાં બલદવા-પીંગોટ અને ધોલી ડેમના ઉપરવાસ એટલે કે પૂવૅ પટ્ટીના વિસ્તારમાં આવેલા નદી-નાળા, કોતરો, તળાવ અને ચોમાસામાં વરસાદનું પાણી વહીને આ ત્રણેય ડેમમાં આવે છે, અને તેની સાથે-સાથે ખુબ જ મોટા જથ્થામાં માટી પણ વહીને આવતી હોય છે, જે ત્રણેય ડેમના તળ ભાગમાં કાયમી સ્થાયી થઇ જાય છે, અને દિવસેેેેને દિવસે ત્રણેય ડેમમાં માટીના પુરાણમાં ધરખમ વધારો થઇ ગયો છે, જેની વિપરીત અસર ત્રણેય ડેમમાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ઉપર પડતા ખેડુતો સિંચાઇ માટેનું પુરતું પાણી મળતું નથી, અને ત્રણેય ડેમમાં પાણીના સંગ્રહ ઓછું થાય છે.

જેમાં બલદવા ડેમમાં ઓવરફ્લોની સપાટી ૧૪૧.૫૦ મીટર, પીંગોટ ડેમની ઓવરફ્લોની સપાટી ૧૩૯.૭૦ મીટર અને ધોલી ડેમની ઓવરફ્લોની સપાટી ૧૩૬ મીટર છે, જેમાં હાલના વષૅ ચોમાસાની સિઝનમાં ત્રણેય ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ઓવરફ્લો થયા હતા, એટલે સરકારના ચોપડે ત્રણેય ડેમમાં ૧૦૦ ટકા પાણી સંગ્રહ થયાનું સાબીત થાય, પરંતુ પાયાની મુળ સાચી વાસ્તવિકતા માલુમ પડતી નથી, જેમાં ત્રણેય ડેમના કુલ વિસ્તારમાં અંદાજીત ૭૦-૮૦ ટકા જેટલું માટી પુરાણ થયાના અહેવાલ મળ્યા છે, આ બાબતે ગુજરાત સરકાર અને સિંચાઈ વિભાગના જવાબદાર લોકો સ્થાનિક ખેડુત આગેવાનોને સાથે રાખીને સચોટ કામગીરે કરે તો સાચી હકીકત બહાર આવી શકે તેમ છે.

Advertisement

જ્યારે બીજી બાજુએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સુજલામ સુફલામ જળ અભિયાનના યોજના મારફતે ચેકડેમ ઉંડા કરવા, જજઁરીત કેનાલની સાફ-સફાઇ અને સમારકામ કામગીરી આરંભ કરી છે, ત્યારે બલદવા,પીંગોટ અને ધોલી ડેમને ઉંડા કરવાની સખત જરૂરિયાત ઉભી થઇ છે, ત્રણેય ડેમોને ઉંડા કરવાથી પાણીના સંગ્રહમાં ઘરખમ વધારો થઇ શકે છે, અને પાણી જમીનમાં પચવાથી આજુબાજુના બોર, કુવાના પાણીના સ્તરમાં વધારો થઇ શકે છે, લોકોને આસાનીથી પીવા માટે અને સિંચાઈ માટે પાણી મળી શકે છે,જ્યારે વાલીયા,ઝઘડીયા અને નેત્રંગ તાલુકાના ઘરતીપુત્રોને આખુ વષૅ પુરતું પાણી મળી રહેતા પશુપાલકો,ખેડુતો અને તમામ ધરતીપુત્રોના જીવનધોરણમાં ઘણો સુધારો આવી શકે તેમ છે.


Share

Related posts

વાગરાથી સારણ વચ્ચે કાંસમાં ગેરકાયદેસર માટી ખોદકામ બંધ કરવાની માંગ સાથે ખેડૂતોએ પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

અંકલેશ્વરમાં અગ્નિતાંડવ : યુપીએલ કંપનીમાં આગ લાગતા પાંચ કામદારો દાઝયા, એક સમયે અફરાતફરીનો માહોલ સર્જાયો.

ProudOfGujarat

નેત્રંગ તાલુકામાં ગ્રા.પંચાયતની ચુંટણીમાં સરપંચના ૧૨૪ – સભ્યોના ૮૭૭ ઉમેદવારો મેદાનમાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!