નેત્રંગ ટાઉન સહિત તાલુકાભરમાં કોરોના વાયરસે માર્ચ માસમાં પોતાની રી એન્ટી મારીને પોતાનો વિકરાળ પંજો ફેલાવીને છેક અંદરના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવેશ કરતા પ્રજામાં ભયનો માહોલ જોવા મળી રહયો છે. નેત્રંગ ટાઉનના એક પુરુષ તેમજ વૃદ્ધા મહિલા બિમારીને લઇને સુરત તેમજ અમદાવાદ સારવાર લેતા કોરોના સંકમિત થતા મોત થતા ટાઉનમાં ધેરા શોકની લાગણી ફરી વળી છે.
તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા વેકસીન મુકવાની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે. કોરોનાના વધતાં કેસોને લઇને આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓમાં ચિંતાનાં માહોલમાં પણ પોતાની ફરજ કોરોનાને માત આપવા રાત્ર દિવસ બજાવી રહયા છે. નેત્રંગ ટાઉન સહિત પંથકમાં કોરોના ફરીથી સકિય થતા ધીમે ધીમે કેસોની સંખ્યામાં વધારો થઇ રહયો છે. છ થી સાત દિવસમાં ૧૦ થી ૧૨ કેસો કોરોના સંકમિતના બહાર આવ્યા છે. તારીખ ૨૬ માર્ચના કેસ નેત્રંગ ટાઉનમાં મારુતિ ધામ સોસાયટીમાં ૩૫ વર્ષની મહિલા, ઓફીસ કોલોનીમાં ૩૦ વર્ષની ઉંમરનો પુરુષ, તા ૨૮ માર્ચ નેત્રંગ ચાર રસ્તા વિસ્તારમાં ૨૮વર્ષની મહિલા, જવાહર બજારમાં ૪૧ વર્ષની મહિલા, કેલવીકુવા ગામમાં ૨૩ વર્ષનો યુવાન નવી જામુની મા ૬૦ વર્ષની ઉમર ધરાવતો પુરુષ, તા ૩૦ માર્ચ જુના નેત્રંગ વિસ્તારમાં ૩૯ વર્ષ ની ઉમર ધરાવતા પુરુષ નાના જાંબુડા ૩૩ વર્ષનો પુરુષ, પિગુટ ગામ મા ૩૪ વર્ષનો પુરુષ જયારે ૧ એપ્રિલ ના રોજ જીલ્લા પંચાયતની મૌઝા બેઠકના કોયલી માંડવી ગામના સભ્ય કોરોના સંકમિત થતા તમામને હોમ કોરોનટાઇન કરવામાં આવ્યા છે. નેત્રંગ ટાઉનમા ગંભીર બિમારીના કારણે અમદાવાદ ખાતે સારવાર અર્થે ગએલા ૫૧ વર્ષના પુરુષનું તેમજ સુરત ખાતે સારવાર અર્થે ગયેલા ૭૦ વર્ષ વૃદ્ધ મહિલા કોરોના સંકમિત થતા બંનેના મોત થતાં ટાઉનભરમાં ધેરા શોકની લાગણી ફરી વળી છે. કોરોનાનાં વધતાં જતા કેસોને લઇને આમ પ્રજા તકેદારી રાખે તે ખાસ જરૂરી છે. આરોગ્ય વિભાગને લોકો સહકાર આપે અને ગાઇડલાઇનનું પાલન કરે એ પણ જરૂરી છે.