ઉનાળાની ધોમધખતી ગરમીમાં જાણે સૂરજ દેવતા અગનગોળા વરસાવી રહ્યા હોય તેવો તાપ પડી રહ્યો છે. જેમા જાહેર જનતા પણ ગરમીથી પરેશાન છે. ગરમીથી ઠંડક મેળવવા માટે લોકો ઠંડા પીણા આઈસ્ક્રીમ જેવાનો આસરો લે છે. ઉનાળામાં શરીરને છાશ શીતળતા આપતુ પીંણુ છે. ગોધરામાં વર્ષોથી લોકોની સેવામાં હરહંમેશ આગળ રહેતા ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ ઓફ ગોધરા સંસ્થા દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામા આવ્યુ હતુ.
ગોધરા લાયન્સ કલબના સભ્યોએ ગોધરા શહેરના ધમધમતા ગાંધી પ્રેટોલ પંપ, દાહોદ રોડ પર રાહદારીઓ, વાહનચાલકો, એસ.ટી બસના મુસાફરોને ઠંડી છાસનું વિતરણ કર્યુ હતુ, લાયન્સ ક્લબના હોદ્દેદારો, સભ્યો ગોરધનભાઈ દાસવાણી, ઈન્દુભાઇ પરમાર, મહેન્દ્રભાઈ નાગર, પ્રદીપભાઈ સોની હેમંતભાઈ વર્મા, રાજેશભાઈ મોદી, ભાવેશભાઈ બુઘવાણી, હોતચંદભાઈ ઘમવાણી તથા ભરતભાઈ ખરાદી હાજર રહ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી
Advertisement