ગોધરા શહેર બી ડીવીઝન પોલીસે ગોધરા વડોદરા હાઈવે માર્ગ પાસેથી કતલખાને જવાના ઇરાદે આઈસર ટેમ્પામાં ખીચોખીચ દોરડાથી બાંધી રાખવામા આવેલા મુંગા ૨૩ જેટલા નિર્દોષ પશુઓને બચાવી લીધા હતા.અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.
પંચમહાલ જીલ્લા પોલીસ તંત્ર દ્વારા ગૌવંશના કતલ અને ગેરકાયદેસર હેરાફેરી કરનારા સામે પગલા લેવા માટે સૂચનો કરવામાં આવ્યા છે.જેના પગલે પોલીસ તંત્ર હેરાફેરી રોકવા પંચમહાલ પોલીસ સજાગ બની હતી.ગોધરા બી ડીવીઝન પોલીસ મથકના પી.આઈ એચ.એન.પટેલને ખાનગી રાહે બાતમી મળી હતી.ગેરકાયદેસર કતલ કરવાના ઇરાદે પશુઓ ભરેલી ટ્રક ગોધરાથી વડોદરા તરફ જનાર છે.આથી બાતમી વાળી જગ્યાએ વોચ રાખીને તપાસ કરતા ૧૬ નંગ -પાડા, અને ૫ નંગ ભેંસો,નાની પાડી નંગ-૨ મળીને કુલ ૨૩ પશુઓને બચાવી લીધા હતા.જેમા આઈસર ગાડી મળી કુલ ૯,૭૦,૫૦૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને પરવડી પાંજરાપોળ ખાતે મોકલી આપેલ છે.ગુન્હો આચરનાર આરોપીઓ સામે ગૂજરાત પશુ સંરક્ષણ સૂધારા અધિનિયમ અંતર્ગત ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.
પંચમહાલ:- રાજુ સોલંકી