Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વરનાં જુના બોરભાઠા ક્રિકેટ ગ્રાઉન્ડમાં મારામારીમાં એક યુવક પર સ્ટમ્પ અને બેટ વડે હુમલો.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરનાં જુના બોરભાઠા જવાના માર્ગ પર આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મેહુલભાઈ અશોકભાઈ વસાવા ગત સાંજના સમયે ક્રિકેટ મેચ જોવા માટ ગયા હતા, દરમિયાન ક્રિકેટ મેચ ચાલી રહી હતી તે સમયે તેઓ પાસે બોલ પહોંચતા તેઓએ બોલ આપવામાં વાર લગાડતા વિકેટ કિપિંગમાં ઉભેલા વ્યક્તિએ તેઓને બિભસ્ત ગાળો આપી હતી.

મેહુલભાઈએ તેઓને ગાળ ન બોલવા જણાવતા ઉશ્કેરાયેલા કમલેશ નામના ઇસમે સ્ટમ્પ લઈ દોડી આવી કેમ બોલ આપતો નથી, દાદો છે તેમ કહી બોચીના ભાગે તેમજ માથાના ભાગે સ્ટમ્પના સપાટા મારી તેમજ અન્ય ઈસમોએ પણ દોડી આવી તેઓ ઉપર બેટ વડે બરડાના ભાગે હુમલો કરી તેઓને ઇજાઓ પહોંચાડી હતી.

Advertisement

હાલ સમગ્ર મામલા અંગે અંકલેશ્વર શહેર પોલીસે કમલેશ અર્જુન વસાવા, રાકેશ, અજય અને યોગેશ વસાવા નામના ઈસમો સામે ફરિયાદ આપતા પોલીસે તમામ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


Share

Related posts

મોડાસાનાં પવિત્ર યાત્રાધામ શામળાજી ખાતે શરદપૂર્ણિમાની ઉજવણી…..

ProudOfGujarat

ભરૂચ એસ.ઓ.જી પોલીસે સરદાર બ્રિજ નીચે ચાલતા રેતી કૌભાંડ ઝડપી પાડી લાખો રૂપિયાના મુદ્દામાલ કબજે કરી 8 ઇસમો સામે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ આરંભી છે.

ProudOfGujarat

ગત રોજ અંકલેશ્વરનાં પીરામણ ગામની આઝાદ નગર સોસાયટી ખાતે મહિલાની હેલ્પ કરવા જતા હેલ્પલાઈનના સ્ટાફ ઉપર રહીશોએ હુમલો કર્યો!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!