Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : નર્મદા નદીમાં ન્હાવા પડેલા 3 યુવકોમાંથી 2 યુવકોનાં ડૂબી જવાથી મોત નીપજયાં.

Share

ભરૂચની નર્મદા નદીમાં ન્હાવા માટે 3 યુવાન પડયા હતા જેમાંથી 2 યુવકનાં મોત નીપજયાનું બહાર આવ્યું છે.

આ બનાવની મળતી વિગતો અનુસાર નર્મદા નદીમાં નવા કાશીયાનાં યુવાનો ન્હાવા માટે પડેલ હોય અચાનક નદીમાં ભરતી આવતા 2 યુવકો નદીનાં વહેણમાં ખેંચાતા ડૂબી જવાથી કલ્પેશ કિશન વસાવા ઉં.વ. 20 અને સુરેશ અરવિંદ વસાવા ઉં.વ. 22 નું મોત થયું છે અને અન્ય એક યુવાનને સ્થાનિક લોકોએ બચાવ્યો હતો.

અહીં નોંધનીય છે કે ભરૂચની નર્મદા નદીમાં અવારનવાર આ પ્રકારનાં બનાવ બને છે પરંતુ અહીં એક સાથે બે યુવકોનું ડૂબી જવાથી મોત થતાં બંને આશાસ્પદ યુવાનોનાં પરિવારમાં મોતનો માતમ છવાયો છે.

Advertisement

Share

Related posts

સુરતનાં વરાછામાં વર્ષો જુની પાણીની લાઇન બદલીને હાલમાં નાંખેલી નળી નળીકાની જોડાણની કામગીરી કરવાના કારણે મોટાભાગના વિસ્તારોમાં પાણી બિલકુલ નહિ મળી શકે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં સસ્તી વિજળી કરવા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

સુરતના ગોજરા ગામે 108 ના સ્ટાફ દ્વારા સમય બગાડયા વગર ડિલિવરી કરાવીને માતા-પુત્રીનો જીવ બચાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!