Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં સેંગપુર ગામ ખાતે સામાન્ય બાબતે થયેલ તકરારમાં એક વ્યક્તિની હત્યા થતા ચકચાર…

Share

ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર તાલુકામાં આવેલ સેંગપુર ગામ ખાતે ધુળેટી પર્વની સાંજે જ્યાં એક તરફ લોકો એક બીજાને રંગ લગાડી ધુળેટી પર્વ મનાવી રહ્યા હતા તો બીજી તરફ સેંગપુર ગામ ખાતે ધુળેટીનો પર્વ લોહિયાળ બન્યું હતું, જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સેંગપુર ગામ ખાતેના ધુળેટી ન રમવા બાબતે બે પરિવાર વચ્ચે તકરાર થઇ હતી, જેમાં નજીકમાં રહેલ શ્વાન ઉપર કલર નાંખવામાં આવતા આરોપી સંગીતાબેન જયંતિભાઈ વસાવા નાઓએ તેમના પિયર જીતાલી ગામ ખાતે રહેતા તેઓના ભાઈ સહિત અન્ય 8 જેટલા ઇસમોને બોલાવી મૃતક દિલીપ ઉર્ફે ગોમાન અને તેના પરિવારજનો સાથે ઝઘડો થયો હતો, ઝઘડા દરમિયાન દિલીપ ઉર્ફે ગોમાન છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો તે જ દરમિયાન સંજય નામના આરોપીએ દીલીપને માથાનાં ભાગે લાકડું મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી દિલીપ ગોમનને તાત્કાલિક સારવાર અર્થે વાલિયા ખાતે ખસેડવામાં આવતા તેઓને હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

Advertisement

હાલ સમગ્ર મામલા અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ દ્વારા મૃતકની લાશને પોસ્ટમોટર્મ અર્થે ખસેડી મામલે ૯ જેટલા આરોપીઓ સામે ગુનો દાખલ કરી તમામ આરોપી ઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


Share

Related posts

ભાવનગરના સ્વિમિંગ પુલમાં વિશ્વ યોગ દિનની એક્વા યોગ કરી અનોખી ઉજવણી કરાઈ.

ProudOfGujarat

મુંબઈના હાઈરાઈઝમાં લિફ્ટ પડી જતાં એકનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત

ProudOfGujarat

આજે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે જિલ્લા કલેક્ટર સહિત તમામ અધિકારીઓએ શપથ લીધા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!