પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ-વાલીયા તાલુકામાં વસવાટ કરતી પ્રજાની જીવાદોરી સમાન ચાસવડ દુધ મંડળીની ૫૯ મી વાષિઁક સાધારણ સભા દુધ મંડળીનાં પ્રમુખ કવિભાઇ વસાવાના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં ૨૦૧૯-૨૦ વર્ષના વ્યવસ્થાપક સમિતિએ રજુ કરેલ હિસાબો મંજુર કરી નફાની ફાળવણી, વહીવટી ખાતાના કપાત દળ નક્કી કરવા, આંતરિક ઓડીટર અને ટેક્ષ કન્સલ્ટન્ટની નિમણૂક અને સંસ્થાના પેટા કાયદામાં સુધારા-વધારા જેવા અગત્યના વિષયો ઉપર ચચૉ થઈ હતી.
જ્યારે ચાસવડ ડેરીના પ્રમુખ કવિભાઇ વસાવાએ જણાવું હતું કે, ચાસવડ ડેરી તરફથી વષૉથી સભાસદો માટે ૨,૫૦,૦૦૦ ની અકસ્માત પોલિસી લેવામાં આવે છે, દુધ ઉત્પાદકોને લાભ મળતો નથી, જે બાબતે ચાસવડ ડેરીની વ્યવસ્થાપક સમિતિના સભ્યોએ બિનસભાસદ એવા દુધ ઉત્પાદકોને પણ આવરી અકસ્માત વિમા પોલીસીમાં સભાસદ-બિનસભાસદને આવરી જીવન પોલીસી લેવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવતા તમામ સભાસદોમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો અને ચાસવડ ડેરીના તમામ સભાસદોના હિત માટે જે કંઈ પણ કામગીરી કરવી પડશે તે માટે પ્રયત્નો કરવામાં આવશે, જે દરમિયાન ચાસવડ ડેરીના પ્રમુખ કવિભાઇ વસાવા, ઉપપ્રમુખ અરવિંદભાઈ વસાવા, મેનેજર સુરેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં સભાસદ ઉપસ્થિત રહ્યા હતા.