Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા પર ૨૮ વર્ષ પહેલા થયેલા ૫ કેસોમાં નિર્દોષ છુટકારો.

Share

– વાલિયાનાં જીઇબીના જુનિયર એન્જિનિયર દ્વારા દસ દિવસમાં થયેલા પાંચ કેસ રાજકીય અદાવત રાખી કરાયા હોવાનું છોટુભાઈ વસાવાએ જણાવ્યું.

– જનતા દળના તત્કાલીન મુખ્યમંત્રી સ્વ. ચીમનભાઈ પટેલ જનતા દળમાંથી ધારાસભ્યોને કોંગ્રેસમાં લઈ જતા છોટુભાઈ વસાવાએ તેનો વિરોધ કર્યો
હોય જેની રાજકીય અદાવત રાખી ફરિયાદો કરવામાં આવી હતી તેમ છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું.

Advertisement

ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા પર ૧૯૯૩ ના વર્ષમાં તેમના ગામ ધારોલી ગ્રામ પંચાયતની બોરમાંથી લાઈન જોડી વીજ ચોરી કરાતી હોવાના શક ના આધારે ત્રણ ફરિયાદો જીઈબી વાલિયાના જુનિયર એન્જિનિયર કે એમ પરમાર તથા એમ.એ ભાવસાર દ્વારા જોઈન્ટમાં કરવામાં આવી હતી તથા બીજી બે વિજ ચોરીની ફરિયાદો શકના આધારે પર આર.પી ગોટાવાલા તથા એમ.એ ભાવસાર દ્વારા વીજચોરી બાબતની ફરિયાદ ઝઘડિયાના ધારાસભ્ય વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં કરવામાં આવી હતી.

છોટુભાઈ વસાવા પર દસ દિવસમાં થયેલ પાંચ ફરિયાદ ઝઘડિયા કોર્ટમાં ચાલતી હતી ગુજરાત હાઇકોર્ટના તથા ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભરૂચના મુજબ પાંચ વર્ષ જૂના તમામ કેસોની રેડ માર્કિંગ કરવાનો હુકમ કરેલ હોય આ કેસ પાંચ વર્ષ જૂનો હોય અને રેડ માર્કેટિંગ કરવામાં આવે છે તેવી નોંધ પણ કરવામાં આવી હતી પરંતુ આ કેસો ફરીથી રિઓપન કરવામાં આવ્યા હતા. ૨૮ વર્ષથી વધુ ચાલેલા આ વીજ ચોરીના કેસમાં આજરોજ ઝઘડિયા કોર્ટે ધારાસભ્ય છોટુ વસાવાના ને તમામ પાંચ કેસોમાં નિર્દોષ જાહેર કર્યા છે. આ બાબતે ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવા સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે જ્યારે જનતા દળ શાસન ગુજરાતમાં હતું ત્યારે ચીમનભાઈ પટેલ દ્વારા જનતા દળના ધારાસભ્યોને લઈ કોંગ્રેસ માં સામેલ થઈ ગયા હતા તેમની સાથે હું કોંગ્રેસમાં નથી ગયો તેથી આ ખોટા કેસ કરી મને ફસાવવા માટે સાજીશ કરી હતી. પહેલા કોંગ્રેસે અને હવે ભાજપે તે સાજીસ કરી છે. યેનકેન પ્રકારે સત્તા મેળવી રાખવા આવા લોકો પેતરા કરતા હોય છે જેનો આજે ચુકાદો આવી ગયો છે અને કોર્ટ દ્વારા મને તમામ કેસોમાં નિર્દોષ છોડવામાં આવ્યો છે.


Share

Related posts

ભરૂચ : ‘લાવો તમને રૂપિયા ઉપાડી આપું’ કહી ATM કાર્ડ બદલી હજારો રૂપિયા ઉપાડી લેનાર પર પ્રાંતિય ઠગ ઝડપાયાં.

ProudOfGujarat

ભરૂચ પોલીસની સરાહનીય કામગીરી : અમરનાથ યાત્રાએ ગયેલ લકઝરી બસને પંજાબ RTO એ પકડતા ભરૂચ પોલીસ મદદરૂપ બની બસને રવાના કરાવી..!!

ProudOfGujarat

પંચમહાલ -: પોપટપૂરા ગણેશ મંદિર ખાતે અંગારકી ચોથે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા પાણી શરબતની સેવા પૂરી પાડી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!