Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : ખેડૂતોને અતિવૃષ્ટિથી થયેલ ભારે નુકશાનને લઈ ઓનલાઈન વળતરમાં ટેકનિકલ સમસ્યા હોવાથી નેત્રંગ તાલુકાનાં ૯ ખેડૂતોને ચેક આપવામાં આવ્યા.

Share

૨૦૨૦-૨૧ માં ચાલુ વર્ષે જૂન – જુલાઈ અને ઓગસ્ટ માસમાં અતિ ભારે વરસાદના કારણે ભરૂચ જિલ્લાના કુલ નવ તાલુકામાં અતિવૃષ્ટીના કારણે ખેડૂતોને અતિવૃષ્ટિથી ભારે નુકશાન વેઠવું પડ્યું હતું. જેથી સરકારશ્રી દ્વારા પાક નુકશાની જાહેર કરતાં જિલ્લા તથા તાલુકાના ખેતીવાડી શાખા મારફતે ખેડૂતોની પાક નુકશાનની ઓનલાઈન અરજીઓ સ્વીકારી દરેક ખેડૂતોને અદાજીત નેત્રંગ તાલુકાનાં રેવન્યુ જમીન ધરાવતા ૩૪૦૦ ખેડૂતો અને જંગલ જમીન ધરાવતા અંદાજીત ૯૦૦ ખેડૂતોને ૯ કરોડની અદાજીત રકમ નેત્રંગ તાલુકાનાં ખેડૂતોને મળી છે.

સંપૂર્ણ ભરૂચ જિલ્લાના અંદાજીત ૭૯૦૦૦ ખેડૂતોને કુલ અંદાજીત ૧૧૪ કરોડ રૂપિયા કૃષિ રાહત પેકેજની સહાયની રકમ પી.એફ.એમ.એસ દ્વારા સિધા ખેડૂતોના ખાતામાં ચૂકવવામાં આવેલ છે. પરતું ટેકનિકલ સમસ્યાના લીધે જે ખેડૂતોને કૃષિ રાહત પેકેજના નાણાં ન મળ્યા હતા તેવા ખેડૂતને જિલ્લા ખેતીવાડીશાખા  મારફતે નેત્રંગ તાલુકાનાં ૯ ખેડૂતોને ૧ લાખ ૧૪ હજાર ના ચેક તેમજ જિલ્લાના મળી કુલ ૮૬ ખેડૂતોને કુલ અંદાજીત રકમ ૧૦ લાખ ૬૧ હજાર ૯૨૯ રૂપિયાના ચેક સરકારની સૂચના મુજબ અને જીલ્લા વિકાસ અધિકારી અરવિન્દ વીજયનના માર્ગદર્શન અને જિલ્લા ખેતીવાડી અધિકારી જે.જે.ભટ્ટના પ્રયત્ન દ્વારા ભરૂચ જિલ્લાના નવ તાલુકાનાં કૃષિ રાહત પેકેજના બાકી રહી ગયેલ ખેડૂતોને તેમજ નેત્રંગ તાલુકાનાં વિસ્તરણ અધિકારી  અને ગ્રામ સેવકઓ દ્વારા તાલુકા ખાતે ખેડૂતોને ચેક આપવામાં આવ્યા. જેથી ખેડૂતોએ સરકારનો તથા તાલુકા અને જીલ્લા વહીવટી તંત્રનો હૃદયથી આભાર વ્યક્ત કરેલ છે.

નેત્રંગ તાલુકા પંચાયત કચેરી ખાતે આજરોજ ખેડૂતોને અતિવૃષ્ટિથી થયેલ ભારે નુકશાનને લઈ ઓનલાઈન વળતરમાં ટેકનીકલ સમસ્યા હોવાથી તાલુકાના  ૯ ખેડૂતોને તાલુકા વિકાસ અધિકારી ડૉ. અલ્પનાબેન નાયર, તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ લીલાબેન તેમજ વિસ્તરણ અધિકારીની ઉપસ્થિતમાં ચેક આપવામાં આવી

Advertisement

Share

Related posts

ભરૂચની સિવિલ હોસ્પિટલનાં કોવિડ વોર્ડમાંથી કોરોના પોઝિટિવ કેદી ફરાર…

ProudOfGujarat

ભરૂચનાં શેરપુરા નજીક બસ અડફેટે એકનું મોત થતાં સ્થાનિકોએ સળગાવી બે બસ.

ProudOfGujarat

વડોદરા : કરજણની વૃંદાવન સોસાયટીમાં બે મકાનોમાં તસ્કરો ત્રાટકયા, હજારોની મત્તાની ચોરી કરી ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!