– આ ફંડ ગૃહ દ્વારા પ્રસ્તુત આ 10 મું ફંડ છે.
– અગાઉની યોજના મુજબ અમે 42 શહેરમાં કામ કરી રહ્યા છીએ.
આઈટીઆઈસી મ્યુચ્યુઅલ ફંડે તેની કામગીરી એપ્રિલ 2019માં શરૂ કરી છે અને અત્યાર સુધી રોકાણકારોને સબંધી હોય તેવી દસ મુખ્ય પ્રોડક્ટ્સ રજૂ કરી છે. આ એએમસીને પરાંપરાગત વિચારસરણી દરહરાવતા રોકડ સમૃદ્ધ વેપારી ગૃહનું પીઠબળ છે. આટલા ટૂંકા સમયગાળામાં આ ગૃહે એએમસીમાં સંચાલન, કર્મચારીગણ, કાર્યપધ્ધતિ અને માળખાની સારી રચના થાય તેની તકેદારી આ ગૃહે રાખી છે જેથી તમામ રોકાણકારોને સરળતાથી રોકાણ કરવાનો લાભ લાંબા સમય સુધી મળતો રહે.
આઈટીઆઈ મીડ કેપ ફંડ એનએફઓનો આરંભ 15 મી ફેબ્રુઆરી, 2021ના રોજ થયો હતો. તેને અમારા ભાગીદારો અને રોકાણકારોનો સુંદર પ્રતિસાદ મળતા રૂ. 228 કરોડની અસ્ક્યામતો (એયુએમ) પ્રાપ્ત થઇ છે. આ એનએફઓ 1 માર્ચ 2021ના રોજ બંધ થયો હતો, જેમાં 1,363 સ્થળના 2265 વિતરકોએ ભાગ લીધો હતો અને તેમને 15,500થી વધુ અરજી મળી હતી. આ સ્કીમનું ભરણું 10 માર્ચ, 2021 થી ફરીથી ખુલ્યું છે.
આઈટીઆઈ મ્યુચ્યુઅલ ફંડના સીઈઓ અને આઈટીઆઈ જ્યોર્જ હેબર જોસેફે કહ્યું કે, “ અર્થતંત્ર જયારે સુધારાના માર્ગે હોય અને કમાણી ઝડપથી વધી રહી હોય ત્યારે મીડ અને સ્મોલ કેપ ફંડમાં રોકાણ કરવાનો યોગ્ય સમય છે. મીડ અને સ્મોલ કેપ શેરની કામગીરીમાં લાર્જ કેપ શેરની સરખામણીએ ઉતાર ચડાવ વધુ રહેતા હોય છે. વિકસતા બજારમાં દરેક 3-4 વર્ષની નબળી કામગીરી પછી આ મીડ અને સ્મોલ કેપ શેરમાં ઉત્કૃષ્ટ કામગીરી આપણે જોઈ છે. વર્ષ 2003, 2008 અને 2013માં મીડ અને સ્મોલ કેપ શેરોએ અત્યંત આકર્ષક મૂલ્યાંકનો રજૂ કર્યા હતા અને હવે ફરીથી પ્રમાણમાં આકર્ષક મૂલ્યાંકનોએ મીડ એન્ડ સ્મોલ કેપ ફંડમાં રોકાણ કરવાનો સુંદર અવસર પ્રાપ્ત થયો છે. લાર્જ કેપ શેર અને મીડ-સ્મોલ કેપ શેર વચ્ચેના મૂલ્યના તફાવતના કારણે રોકાણકારોને મીડ અને સ્મોલ કેપ ફંડમાં રોકાણ કરીને લાર્જ કેપ ફંડના કરતા નોંધપાત્ર વળતર વધુ મેળવવાનો અવસર પ્રાપ્ત થયો છે. અમે આ ક્ષેત્ર પ્રત્યે ઓક્ટોબર, 2019થી આશાવાદી બન્યા છીએ અને કેટલાંક મહિનાથી મીડ અને સ્મોલ કેપ શેરમાં ભાવ વધતા જોઈ રહ્યા છીએ. આ ભાવ વધવાનું આવતા કેટલાક વર્ષ ચાલુ રહે તેવી અમારી ધારણા છે.”
અત્યાર સુધીમાં આઈટીઆઈ મ્યુચ્યુઅલ ફંડે 10 સ્કીમ્સ રજૂ કરી છે – આઈટીઆઈ મલ્ટી કેપ ફંડ, આઈટીઆઈ લોન્ગ ટર્મ ઈક્વિટી ફંડ (ઈએલએસસ – ટેક્સ સેવિંગ ફંડ), આઈટીઆઈ આર્બિટ્રેજ ફંડ, આઈટીઆઈ લિક્વીડ ફંડ, આઈટીઆઈ ઓવરનાઈટ ફંડ, આઈટીઆઈ બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ, આઈટીઆઈ સ્મોલ કેપ ફંડ, આઈટીઆઈ બેકિંગ એન્ડ પીએસયુ ડેબ્ટ ફંડ, આઈટીઆઈ લાર્જ કેપ ફંડ અને આઈટીઆઈ મિડ કેપ ફંડ. આઈટીઆઈ મિ઼ કેપ ફંડ એ 10 મો એનએફઓ છે જેને ફંડ ગૃહે તાજેતરમાં પૂરો કર્યો છે અને તે માટે જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે.
આઈટીઆઈ મિડ કેપ ફંડ એનએફઓને રોકાણકારોનો ઉમળકાભેર પ્રતિસાદ મળ્યો તે વિશે ટિપ્પણી કરતાં ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર અને ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર જ્યોર્જ જોસેફે કહ્યું કે, “એનએફઓ માટે જે સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે તેનાથી અમે બહુ ખુશ છીએ. અમારી અનોખી રોકાણ નીતિ “એસક્યુએલ”, અમારી પારદર્શક વાતચીત અને દેશભરમાં અમારા ભાગીદારો સાથે સતત સંકળાયેલા રહેવાથી અમને બજારમાં અનુકુળ રીતે વિકસવામાં મદદ મળી છે. અમને જ્યાંથી વધુ ટ્રાન્ઝેક્શન્સ મળ્યાં છે તેવા ટી30 નગરો અને કેટલાક બી30 સ્થળો ઉપર અમે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ. દેશભરના વિતરકો તરફનો એકંદર પ્રતિસાદ પ્રોત્સાહક છે અને તેનું સ્પષ્ટ પ્રતિબિંબ એનએફઓના કલેક્શન ઉપર ડોવા મળે છે. એક ટીમ તરીકે અમારા ભાગીદારો અને રોકાણકારોને સર્વસમાવેશક ધોરણે શ્રેષ્ઠ આપવા પ્રતિબદ્ધ છીએ.”
એએમસીએ એપ્રિલ 2019 માં તેની કામગીરી શરૂ કરી હતી અને માત્ર બે વર્ષથી ઓછા સમયગાળા દરમિયાન, તેણે 12721 થી વધુ એમએફડી વિસ્તર્યા છે અને 25 શાખાઓ શરૂ કરી છે. દેશભરના એમએફડી સાથે જોડાવા માટે ફંડ હાઉસે થોડા વર્ષમાં 48 બ્રાન્ચ ઓફિસ ખોલવાનું લક્ષ્ય નિર્ધાર્યું છે.
આઈટીઆઈ મ્યુચ્યુઅલ ફંડનું લક્ષ્ય છે રોકાણકારોને યોગ્ય સમયે યોગ્ય પ્રોડક્ટ પૂરી પાડવી અને આ દ્વારા એસેટ મેનેજમેન્ટ ક્ષેત્રે એક અનોખી રોકાણ ફિલસૂફી – એસક્યુએલ (એસ – માર્જિન ઓફ સેફ્ટી, ક્યૂ – બિઝનેસની ગુણવત્તા અને એલ -લો લીવરેજ) પર ધ્યાન કેન્દ્રિત કરીને એક નવો દાખલો બેસાડવો. ફંડ હાઉસે તેના પોટર્ફોલિયોમાં યોગ્ય શેર્સની પસંદગી કરવા માટે ઊંડાણપૂર્વકના સંશોધન આધારિત પદ્ધતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને અતિ સક્ષમ જોખમ વ્યવસ્થાપન માળખું બનાવ્યું છે અને નક્કર રોકાણ પ્રક્રિયાઓ તૈયાર કરી છે.
આઈટીઆઈ મિડ કેપ ફંડ વૈવિધ્યસભર પોર્ટફોલિયો હશે. રોકાણના સમયે વ્યક્તિગત શેરમાં રોકાણ એયુએમના 3% જેટલું મર્યાદિત રહેશે. ફંડ બેંચમાર્ક અને ક્ષેત્રને લક્ષિત રહેશે ફંડમાં શેર્સ ની ખરીદી વખતે તે એએમએફઆઈ દ્વારા નિર્ધારિત મિડ કેપના નિયમોને વળગી રહેશે. ઓછામાં ઓછા 80% પોર્ટફોલિયોમાં મુખ્ય શેર્સનો સમાવેશ હશે અને તાર્કિક રોકણ 20 % કરતા વધુ નહીં હોય. ફંડ હાઉસનો ઉદ્દેશ તમામ રોકાણકારો માટે સાતત્ય અને ઉત્તમ રોકાણ અનુભવ આપવાનો છે.
વર્ષ ૨૦૧૦થી આપણી અર્થવ્યવસ્થા મંદીમાંથી પસાર થઈ રહી છે અને સરકાર દ્વારા રેરા, જીએસટી અને વેરા કાપ જેવા માળખાકીય પગલાં લેવાતા નજીકના ગાળામાં અર્થવ્યવસ્થાને અસર થઈ છે, પરંતુ લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં તે સકારાત્મક છે. આ તમામ સુધારા મહામારી પછીના સમયમાં અર્થતંત્રમાં સકારાત્મક કામ કરી રહ્યા છે. અર્થવ્યવસ્થાને પાટે લાવવાનું કામ ઝડપી ગતિએ થઈ રહ્યું છે અને આ સંદર્ભે રોકાણની ઘણી અમે તકો જોઇ રહ્યા છીએ. આવા સંજોગોમાં અર્થતંત્રમાં તેજી આવવા વિશે અમે સકારાત્મક છીએ અને ઇક્વિટીમાં રોકાણને પગલે એક દાયકામાં ઉત્તમ સંપત્તિ નિર્માણની તક જોઈ રહ્યાં છીએ. એકંદરે અર્થતંત્ર સુધરી રહ્યું છે અને બજારોની કમાણીમાં નોંધપાત્ર વૃદ્ધિ થવાની છે. આ તબક્કે મિડ કેપ્સમાં રોકાણ કરવું તે ખરેખર લાભદાયી બનશેઅને જોખમ સમાયોજિત વળતરના સંદર્ભમાં કલ્પિત પરિણામો આવતા 5 વર્ષમાં જોવા મળશે તેવો અમને દ્રઢ વિશ્વાસ છે.