Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચનાં ઝાડેશ્વર રોડ પર આવેલ SBI નાં ATM માં આગ ભભૂકી ઉઠતા દોડધામ…

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ગત રાત્રીના સમયે ભરૂચ શહેરનાં ઝાડેશ્વર રોડ પર આઈનોક્ષ સિનેમા નજીક આવેલ SBI બેન્કનાં ATM માં અચાનક કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતા આસપાસ ઉપસ્થિત લોકોમાં નાસભાગ મચી હતી.

રાત્રીનાં સમયે બનેલ અચાનક ઘટનાના પગલે સ્થાનિકોએ મામલા અંગે તાત્કાલિક ભરૂચ નગરપાલીકાનાં ફાયર વિભાગને જાણ કરતા ફાયરના લશ્કરોએ ઘટના સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

ઘટના અંગે પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું હાલમાં માનવામાં આવી રહ્યું છે, જોકે ઘટનાનું ચોક્ક્સ કારણ હજુ સુધી સામે આવ્યું નથી, સાથે જ કેટલું નુકશાન થયું છે, એટીએમમાં રહેલ કેશમાં નુકશાની થઇ છે કે કેમ તે અંગે બેંક સત્તાધીશો તરફથી તપાસ કર્યા બાદ જ જાણવા મળે તેમ છે.

Advertisement

Share

Related posts

લગ્ન નોંધણી માટે ઓનલાઇન સુવિધા સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા ચાલુ કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચમાં સવારે ધૂમમ્સભર્યા વાતાવરણથી હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો..!!

ProudOfGujarat

ગુજરાતનું પ્રસિદ્ધ દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદની મુલાકાત લેતા ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!