Proud of Gujarat
GujaratFeaturedINDIA

નેત્રંગ ખાતે જૈનમુનિ પૂજ્ય પંન્યાસપ્રવર પદ્મ દર્શનજી મહારાજની આદિ મુમીવૃંદની પાવન પધરામણી.

Share

આજરોજ નેત્રંગ શ્રેયાંસનાથ જિખાલયની બાજુમાં આવેલ આરાધના ભવન ખાતે જૈન મુનિ પૂજ્ય પંન્યાસપ્રવર પદ્મદર્શનજી મહારાજની આદિ મુમીવૃંદની પાવન પધરામણી થતા શ્રાવકોમાં આનંદનું વાતાવરણ પ્રસ્થાપિત થયું હતું. પધરાવી પ્રસંગે અક્ષત ગહુંલીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે પૂજ્ય મુનિ ભગવંતો ૪ દિવસની સ્થિરતા કરીને સત્સંગ દ્વારા અમૃતવાણીનું આચમન કરાવશે.

પ્રસિદ્ધ પ્રરચનકાર પૂ.પંન્યાસપ્રવર પદ્મદર્શનજી સત્સંગીઓ સમક્ષ જણાવ્યું હતું કે મનુષ્ય ભવ અતિ મૂલ્યવાન છે પ્રભુ મહાવીરે ચાર ગતિઓ પૈકી મનુષ્ય જાતિને જ મહાન કરી છે નારક અને નારક અને તિર્યચ ગતિ દુ:ખના દાવાનળથી ભડકે બળે છે. દેવગતિ ઇર્ષા અને અતૃષ્ટિના ના દોષોથી ખદબદે છે. માત્ર મનુષ્યગતિ થકી જ મોક્ષમાર્ગની સાધના થઈ શકે છે. સંસારના તમામ દુઃખો અને દોષોમાંથી મુક્તિ પામવા માટે માનવભવ મુઠ્ઠી ઉંચેરો ભવ છે. સાધના કરવા માટે મનુષ્ય ભવ મળ્યો છે. સત્તા,સંપત્તિ અને સાધનોના ખડકલા કરવા માટે આ માનવભવ મળ્યો નથી.

સંસારમાં સુખની કલ્પના કરીને બેસી રહેલા મૂર્ખાઓના સ્વર્ગમાં વસે છે. ટેન્શનનોની વચ્ચે જીવનારો માણસ પણ સુખ મેળવી અકતો નથી. આજના કયા માણસ છે ટેન્સન નહીં હોય તે સવાલ છે. અનેકવિધ ટેન્શનનોની વચ્ચે જીવનારો માણસ અશાંતિ અને અસમાધિના ખપ્પરમાં હોમાઈ રહ્યો છે.

Advertisement

ટેન્શન મુક્ત થવા માટે જરૂરિયાતો ઘટાડીને સાદગી સભર જીવન જીવતા શીખવું જોઈએ. હાઈ સોસાયટીના અભરખા છોડી દેવા જોઈએ. સેજ પ્રમાણે સોડ તાણતા શીખો. ઘણા લાંબા-પોહડા થવાની જરૂર નથી. પશ્વિમની જીવનશૈલી જો તમારા જીવનમાં પ્રવેશે તો મૂલ્યો,મર્યાદાઓ અને સભ્યતાઓનો સફાયો થઈ જેશે. વિકૃતિમાં વાદળો તમારા જીવનનું દટ્ટણ અને પટ્ટન વાળી દેશે.


Share

Related posts

વાંકલ રેન્જ વનવિભાગ દ્વારા વૃક્ષારોપણ અને સફાઈનો કાર્યક્મ યોજાયો.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના રાજપીપળામાં 50 વર્ષનો એક આધેડ પોતાનું જીવનું જોખમમાં નાખી લોકોના જીવ બચાવ્યા.

ProudOfGujarat

પાલેજ – આમોદ માર્ગ પર આઇસર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવારનું કરૂણ મોત નિપજયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!