પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ-નર્મદા જીલ્લામાં વસવાટ કરતાં આદિવાસીઓ માટે હોળી ધુળેટીનાં પર્વનું વિશેષ મહત્વ હોય છે, મજુરીકામ અર્થે અન્ય વિસ્તારમાં હિજરત કરી ગયેલા લોકો આ પર્વ નિમિત્તે વતનમાં પાછા ફરતાં હોય છે, તે માટે હોળી પર્વના પહેલાના બે-ત્રણ દિવસથી તેમની વાપસી યાત્રા શરૂ થઇ જાય છે, ખાનગી વાહનચાલકો ત્રણથી ચાર ગણું ભાડુ વસુલે છે જે બાબતને ધ્યાન પર લઇને એસ.ટી, સલાહકાર બોર્ડ સભ્ય પ્રદીપભાઈ સી ગુર્જરે આગામી દિવસોમાં ભરૂચ એસ.ટી વિભાગ દ્વારા હોળી,ધુળેટી પર્વ નિમિત્તે સેલંબા, સાગબારા, ડેડીયાપાડા, નેત્રંગ તેમજ દાહોદ, ગોધરા જેવા આદિવાસી વિસ્તારો માટે ખાસ વધારાની બસો દોડાવવા ભરૂચ એસ.ટી, વિભાગમાં ટેલીફોનિક રજુઆત કરવામાં આવી છે. આ બસો અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ડેપોથી ભરૂચ ભોલાવથી તેમજ નેશનલ હાઈવે ૮ પર આવેલ જી.એન.એફ.સી.બસ સ્ટેશનથી બસો દોડાવામા આવશે તો એસ.ટી ને આવક પણ સારી મળી રહેશે અને આદિવાસી લોકોને ઓછા ભાડે સલામતી સાથે મદદે વતન જઇ હોળી,ધુળેટી પર્વ મનાવવા જવાનો આનંદ મળશે.
ભરૂચ એસ.ટી વિભાગ દ્વારા હોળી,ધુળેટી પર્વ નિમિત્તે આદિવાસી વિસ્તારો માટે ખાસ વધારાની બસો દોડાવવા માંગ.
Advertisement