ભરૂચ જીલ્લામાં અવારનવાર વિદેશી દારૂની બોટલોનો જથ્થો પકડાતો હોય છે આ ઝડપાયેલા વિદેશી દારૂનાં જથ્થાને પોલીસ વિભાગ દ્વારા નાશ કરવામાં આવતો હોય છે.
અંકલેશ્વર ડિવિઝનનાં 3 પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશી દારૂનાં જથ્થાને નાશ કરવાની કામગીરી કરાઇ હતી. અંકલેશ્વરની આમલા ખાડી પાસે રૂ. 60.72 લાખની કિંમતનો બોટલ નંગ 40,292 ની બોટલો ઉપર પોલીસ દ્વારા બુલ્ડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.
Advertisement