ભરૂચ તાલુકાનાં વાંસી ગામે બાપજી ચેરીટેબલ સેવા ટ્રસ્ટનાં ઉપક્રમે પ્રથમ કોમી એકતા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 17 જોડાઓનાં લગ્ન થયા હતા જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજનાં યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા.
ગરીબ દીકરીઓનાં લગ્ન થાય અને કોરોના જેવી મહામારી અને અન્ય રીતે ગરીબ પરિવારોની દીકરીઓની વ્હારે આવી બાપજી ચેરીટેબલ સેવા ટ્રસ્ટ વાંસી દ્વારા આ ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં ગામનાં હિન્દુ મુસ્લિમ યુવકોએ ભેગા મળીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ગામના સરપંચ નિયાઝ ભાઈ મલેક અને ટ્રસ્ટનાં આગેવાન ઐયુબ બાપુનાં સફળ પ્રયાસોથી આવતા વર્ષે પણ કોમી એકતા માટે આ સમૂહ લગ્નનો ફરીથી આયોજન કરવામાં આવશે.
Advertisement