બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના નેત્રંગનાં કોલી વાડા ખાતે આવેલ LNT પ્લાન્ટમાં સુપર વાઇઝર તરીકે કામ કરતાં અર્જુનભાઈ છત્રસિંગ વસાવા ઉં.વ ૫૫ નાઓ પાસે ગામ મજ રહેતા મણિલાલ ફતેસિંગભાઈ વસાવા નાઓએ પહોંચી જઈ અર્જુન ભાઈને જણાવેલ કે તમો લોકો ગામ લોકોને કેમ કામ ઉપર લેતા નથી અને બહારનાં માણસોને કામ ઉપર રાખો છો.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જો તમારે બહારનાં મજૂરોથી કામ કરાવું હોય તો મને દર મહિને પૈસાનો હપ્તો આપવો પડશે નહી તો કામ બંધ કરી દો તેમ કહી ગમે તેમ ખરાબ ગાળો બોલી હાથમાં લાકડાનો દંડો લઈને LNT પ્લાન્ટ ઉપર આવી કામ કરતા બહારનાં મજૂર માણસોને લાકડાંના દંડાથી પગ અને હાથ ઉપર સપાટા મારી ફરીયાદી અર્જુન વસવાને ધક્કો મારી કામ બંધ કરવાની ધમકીઓ આપી ખંડણીની માંગણી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
હાલ સમગ્ર મામલા અંગે LNT પ્લાન્ટનાં સુપર વાઇઝર તરીકે ફરજ બજાવતા અર્જુનભાઈ વસાવા રહે. ગોરટીયા, તા નેત્રંગ જી.ભરૂચ નાઓની ફરિયાદના આધારે ઝઘડીયા પોલીસે મામલે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.