ભરૂચ નગરપાલિકાનાં પ્રમુખ અમિત ચાવડા અને ઉપપ્રમુખ નીનાબા યાદવે આજથી ચાર્જ સંભાળ્યો, વિકાસનાં કાર્યો કરવાનું પ્રજાને તેમણે ચાર્જ સંભાળીને આપ્યું વચન.
સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ ગઈ ત્યારબાદ તમામ તાલુકા પંચાયત અને આજરોજ ભરૂચ નગરપાલિકા ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે અમિતભાઈ ચાવડા અને નીનાબા યાદવે ચાર્જ સંભાળ્યો છે. ચાર્જ સંભાળ્યા બાદ પ્રજાને સાથે રાખી પ્રજાલક્ષી કાર્યો કરવાની વાત કરી હતી. આ તકે નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડાએ વિરોધ પક્ષને નિવેદન પાઠવતા કહ્યું કે આગામી સમયમાં અમારા થનાર કાર્યો પરિપૂર્ણ ના હોય તો અમારો કાન ખેંચી રસ્તો બતાવજો પરંતુ વિકાસનાં કાર્યોમાં અડિંગો નાંખવો નહીં તેમ કહી પોતાની વાતમાં વિરોધ પક્ષને પણ વિકાસ કાર્યોમાં સાથ સહકાર આપવાનું જણાવ્યુ હતું.
આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરોએ પાલિકા પ્રમુખ અમિતભાઈ ચાવડા તેમજ ઉપપ્રમુખ નીનાબા યાદવને પુષ્પગુચ્છ આપી અને અભિનંદન પાઠવ્યા હતા.
ભરૂચ નગરપાલિકાનાં નવનિયુકત પ્રમુખ અને ઉપપ્રમુખે આજથી પોતાની સત્તા પર બિરાજમાન થયા.
Advertisement