Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નબીપુર અને ઝનોર ખાતે ગ્રામજનોને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની વેકસીન કાર્યક્રમ યોજાયો…

Share

ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજરોજ કોરોના વેકસીનેસન અંતર્ગત જિલ્લાના નબીપુર અને ઝનોર ખાતે સામાન્ય પ્રજા માટે કોરોના વેકસીન રસીકરણનો કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત નબીપુરમાં નબીપુર ઈંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે અને ઝનોરમાં ઝનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાખવામાં આવ્યો હતો. નબીપુરમાં આરોગ્ય વિભાગ તરફથી ડો. સ્નેહ વસાવા, સાબેરા પટેલ અને કૃણાલ ધોબી તથા ઝનોર ખાતે ડો. ગતિબેન રાણા, ઝાકેરા સુગત, જયકુમાર પટેલ અને વિનાબેન પટેલ ઉપસ્થિત રહયા હતા.

ગ્રામજનોમાં રસી લેવા માટે એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકો સવારે 9 વાગ્યાથી લાઈનમાં આવી ગયા હતા અને શાંતિપૂર્વક પોતાનો વારો આવે તેની રાહ જોતા હતા. આરોગ્ય વિભાગના કર્મચારીઓએ જનતાને રસીકરણ અંગે સાવચેતીના પગલાં રૂપે સારી એવી સમજ આપી હતી. આ પ્રોગ્રામ થકી જનતામાં જે કોરોનાનો ભય હતો તે મહદઅંશે દૂર કરાયો છે. ગ્રામજનોએ જિલ્લા આરોગ્ય વિભાગનો પણ આભાર માન્યો હતો.

Advertisement

Share

Related posts

ગોરા ગામ ખાતે ૧૫ કરોડના ખર્ચે નર્મદા ઘાટ બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ..

ProudOfGujarat

પાવીજેતપુરના કલારાણી ખાતે એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજ દ્વારા પ્રજાસત્તાક પર્વ યોજાયો.

ProudOfGujarat

માંગરોળ તાલુકામાં સતત વરસી રહેલા વરસાદને પગલે વાંકલની ભૂખી નદીનો કોઝવે પાણીમાં ગરકાવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!