કોરોના મહામારીનાં લોકડાઉન બાદથી રીક્ષા ચાલકોની હાલત કફોડી બની છે, લોકડાઉનથી લઈ અત્યાર સુધી ઓટો રીક્ષા ચાલકોને સરકાર તરફથી કોઈ પણ જાતની મદદ કે યોજનાનો લાભ આપવામાં ન આવતા આખરે રીક્ષા ચાલક હવે સરકાર સામે બાયો ચઢાવવાના મૂડમાં આવ્યા હોય તેમ લાગી રહ્યું છે.
ભરૂચમાં જય ભારત ઓટો રીક્ષા એસોસિએશન દ્વારા રીક્ષા ચાલકોને સરકારી મદદ કે યોજનાનો લાભ આપવા બાબતની માંગ સાથે આવતી કાલે જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવનાર છે અને સાથે જ ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે કે જો આગામી તારીખ ૨૨.૦૩.૨૦૨૧ સુધી રીક્ષા ચાલકોને કોઈ પણ યોજના કે લાભ નહિ આપવામાં આવે તો આંદોલન કરી વહેલી સવારથી જ ચક્કાજામ કરવામા આવશે તેમ ચીમકી રૂપી જણાવવામાં આવ્યું છે.
Advertisement