Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ઝાડેશ્વર નજીક એસ.ટી બસની અડફેટમાં બાઇક આવતાં સર્જાયેલ અકસ્માતમાં દંપતીનું મોત.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ગત મોડી રાત્રીના સમયે ભરૂચનાં ઝાડેશ્વર ઓવરબ્રિજ પાસે આવેલ હોટલ ગ્રીનરી સામે એસ.ટી બસ નંબર GJ – 18 – Z – 1616 નાં ચાલકે પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતા મોટર સાયકલ નંબર GJ – 16 – AH – 7364 ને અડફેટમાં લેતા ચાલક સહિત મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેઓનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

એસ.ટી બસની અડફેટે આવેલ બાઇક સવાર મુકેશભાઈ શંકરભાઈ વસાવા ઉં.વ ૩૭ અને રતનબેન મુકેશભાઈ વસાવા ઉં.વ ૩૫ રહે.અંકલેશ્વર ખરોડ નાઓનું ગંભીર ઇજાઓના પગલે કમકમાટીભર્યા મોત નિપજતા તેઓની લાશને પી.એમ અર્થે ખસેડીને એસ.ટી બસનાં ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

છોટાઉદેપૂર મા ઓરસગં નદી ના પટ મા નવા નીર આવ્યા..

ProudOfGujarat

અંકલેશ્વર : વાલિયા ચોકડી પાસેથી લાખોની મત્તાનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે 4 ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચ-રતન તળાવ માં કાચબાનું મોત થતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ ભભૂક્યો-અંતિમ યાત્રા કાઢી કર્યું વિરોધ પ્રદર્શન…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!