Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ શહેરની અનોખી પુસ્તકાલય જેમાં રોજ ઉજવાય છે પક્ષી દિવસ…જાણો વધુ.

Share

ભરૂચ શહેરની અનોખી પરબ અહીં રોજ ઉજવાય છે પક્ષી દિવસ, આમ તો 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ ઉજવાય છે પણ આ પુસ્તકાલયમાં રોજ પ્રકૃતિ અને પક્ષી દિવસની ઉજવણી કરાઈ છે. કહેવાય છે કે એક સારો વિચાર સત્કાર્ય તરફ લઇ જાય ત્યારે એ સત્કાર્યો કરવાની અનુભુતી કંઈક અલગ જ હોય છે.

ઉનાળાની ગરમીમાં પાણી માટે વલખાં માત્ર મનુષ્ય જ નહિ પણ અબોલ પ્રાણીઓ અને મધુર ટહુકો કરતાં પક્ષીઓ પણ મારે છે. તેઓ માટે પાણીની વ્યવસ્થા કરવાનો એક વિચાર ગ્રંથપાલના મનમાં આવ્યો કે પુસ્તકાલયમાં પોતાની જ્ઞાનની તરસ સંતોષવા જેમ જ્ઞાન તરસ્યા સાહિત્ય રસિકો આવે છે અને વાંચન થકી પોતાની જ્ઞાનની તરસ સંતોષે છે, તો પછી આ પુસ્તકાલયમાં સતત આવતા મધૂર કલરવ કરી આસપાસનું વાતાવરણ પ્રફુલ્લિત કરતા પંખીઓની પાણીની તરસ પણ સંતોષાય એવું કંઇક આપણે કરવું જોઈએ. આથી તેઓએ લાયબ્રેરીમાં વાંચવા આવતાં વિધાર્થીઓને જણાવ્યુ કે, આપણે આપણી રીતે પાણીની તરસ તો છીપવી દઈએ છીએ પણ અહિં આવતાં પક્ષીઓ માટે પાણી અને ચણ મળે એવી વ્યવસ્થા કરીએ તો ? આ માટે નજીવી રકમનો ફાળો આ જ વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવ્યો અને બાકીનો પુસ્તકાલય વતી ફાળવવામાં આવ્યો. આ ફાળામાંથી પાણી ભરવા માટેના કુંડ અને ચણ મૂકવા માટેનું પાત્ર ખરીદવામાં આવ્યું અને બધાએ મળીને આ સત્કાર્યને ન્યાય આપ્યો.

ગ્રંથપાલ નરેન સોનારનું માનવું છે કે, દરેક સારો વિચાર બીજા એક અને અનેક ઉમદા વિચારને જન્મ આપે છે પુસ્તકાલયમાં પહેલીથી જ પક્ષીઓ માટે એક જલકુંડ બનાવવામાં આવ્યું છે અને તેમાંથી ચકલી, કાબર, પોપટ, દેવચકલી વગેરે પક્ષીઓ પાણી પીવા આવે જ છે એ જ જલકુંડ વિચાર પરથી આ નાના નાના જલકુંડ વૃક્ષોની ડાળીએ લટકાવી બીજા પક્ષીઓને પણ નિમંત્રણ પાઠવવામાં આવે છે કે, આ કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરીમાં મનુષ્યની જ્ઞાનતરસ પુસ્તકો થકી છીપવવામાં આવે છે અને અહી આવનાર પંખીઓ માટે પણ જળકુંડ થકી વ્યવસ્થા કરવામાં આવી છે.

આમ તો 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવાય છે પણ અમારું એવું માનવું છે કે દરેક દિવસ આપણા જીવન સાથે જોડાયેલ એ તમામ સજીવોનો છે જેઓનો પણ આ પ્રકૃતિ પર એટલો જ અધિકાર છે જેટલો આપણા મનુષ્યોનો, એમની માટે પણ હવા, પાણી અને અન્ય પ્રાકૃતિક સંસાધનો ઉપલબ્ધ રહે એવા પ્રયત્નો થવા જોઈએ. આપણને કોઈ જ અધિકાર નથી કે આ પૃથ્વીનું પ્રાકૃતિક સૌંદર્ય બગાડીએ ! માટે આવો સંકલ્પ કરો કે આવનાર ગરમીના દિવસોમાં દરેક વ્યક્તિ એના ઘર આંગણમાં પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ગિજુભાઈ બધેકા બાળમેળા અને લાઇફ સ્કીલ મેળા ડોક્યુમેન્ટેશન વર્કશોપ યોજાયો.

ProudOfGujarat

ભરૂચના મુન્શી વિદ્યાધામમા ટ્રાફીક અવેરનેસ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ઘોઘંબા તાલુકાના કાનપુર ગ્રામ પંચાયતમા ગેરરીતીની વ્યાપક ફરિયાદો ઉઠવા પામતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!