Proud of Gujarat
INDIAFeaturedGujarat

પંચમહાલ : શહેરા નગરપાલિકામાં ભાજપનો ભગવો…જ્યારે ગોધરામાં અપક્ષોએ સત્તા હાંસલ કરી.

Share

પંચમહાલ જીલ્લાની શહેરાનગર પાલિકા અને ગોધરા નગરપાલિકાની ચુંટણીઓ યોજાઈ હતી, જેમા શહેરામાં ભાજપે સત્તા હાંસલ કરી હતી. મહિલા બેઠકની પ્રમુખપદે વરણી કરવામા આવી હતી. જ્યારે ગોધરાની રસાકસીવાળી ચુંટણીમા ભાજપ સત્તાની વિમુખ રહ્યુ હતું અને અપક્ષોએ સત્તા હાંસલ કરી હતી.

શહેરાનાં નગરપાલિકાના સભાખંડમા ચૂટણી અધિકારીની હાજરીમાં ઉપપ્રમુખ-પ્રમુખની ચુંટણી યોજાઈ હતી. પ્રમુખ તરીકે ઉર્મિલાબેન નાયકા તેમજ ઉપપ્રમુખ તરીકે હિમંતસિંહ પગી કારોબારી અધ્યક્ષ તરીકે વિવેકકુમાર પંચાલ, પક્ષના નેતા તરીકે વિમલકુમાર ખુશલાણી, અને દંડક તરીકે સુરેશકુમાર બારીયાના નામની જાહેરાત થઈ હતી, સમર્થકોએ અભિનંદન પાઠવ્યા હતા.

ગોધરા શહેર હંમેશાથી પોતાની રાજનીતિ માટે ચર્ચિત છે. ગોધરા શહેરની નગરપાલિકામાં ચૂંટણી માટે ઘણા સમયથી રાજકીય પક્ષો પોતાનું પલડું ભારે કરવા દમદાર પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યારે આજે 17 તારીખના રોજ ગોધરા શહેરના સરદાર નગર ખંડ ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ગોધરાના પ્રાંત અધિકારીના નિરીક્ષણ હેઠળ કોરોનાની ગાઇડલાઇન સાથે પ્રમુખ અને ઉપપ્રમુખ માટે વોટિંગ પૂર્ણ થયેલ છે જેમાં ભાજપને ૧૯ મત અને અપક્ષને ૨૫ મત મળતા અપક્ષ ઉમેદવાર સંજયભાઈ ચંપક લાલ સોનીની નગરપાલિકા પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી અને અકરમ ભાઈ પટેલ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગોધરા નગરપાલિકા પ્રમુખની ચૂંટણી પૂર્ણ જાહેર કરવામાં આવી છે. તે સાથે જ ગોધરા નગરપાલિકામાં અપક્ષે પોતાની સત્તાનો ઝંડો લહેરાવી દીધો છે.

Advertisement

ગોધરા પાલિકાની ચુંટણી ભારે રસાકસી વાળી બની ગઈ હતી. ગોધરાના સરદાર નગર ખંડ ખાતે યોજાયેલી પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી પ્રકિયામાં ભાજપે ઉમેદવારી નોંધાવી ન હતી જેના કારણે અપક્ષો બાજી જીતવામા સફળ રહ્યા હતા. આ વખતે પ્રથમ વખત ચુંટણીમાં ઝંપ લાવેલી પાર્ટી AIMIM ના વિજેતા સભ્યોની મદદથી અપક્ષોએ પાલીકાનુ સિંહાસન કબજે કર્યુ હતુ. જેમા સંજય સોનીની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. તેમના સર્મથકોએ ફુલહારથી અભિનંદન પાઠવ્યા હતા. આ ચુંટણીમાં મોટી સંખ્યામા પોલીસ કાફલો ખડકી દેવામા આવ્યો હતો. ભાજપની આશા પર પાણી ફરી વળ્યુ હતું.

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

ચેક રિટર્ન અંગેના ત્રણ અલગ અલગ કેસોમાં વડોદરા અદાલતે આરોપીઓને સજા ફટકારી

ProudOfGujarat

રાજપીપળા નગર પાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરનાર કે વેચનાર વેપારીઓ પર તવાઈ 

ProudOfGujarat

સેવાયજ્ઞ સમિતી ધ્વારા નર્મદા પરીક્રમા વાસીઓને ધાબરા વિતરણ કરવામા આવ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!