Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયાની સેવા રૂરલ હોસ્પિટલમાં આંખનું અદ્યતન મશીન ખુલ્લું મુકાયું.

Share

ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા ખાતે સેવા રૂરલ હોસ્પિટલમાં આંખની અદ્યતન સેવાઓ ઉપલબ્ધ બની છે. ઝઘડિયા વાલિયા નેત્રંગ ઉપરાંત ભરૂચ જિલ્લાના અન્ય વિસ્તારોના ગરીબ દર્દીઓ માટે આ હોસ્પિટલ મદદરૂપ બની રહી છે.

અત્રે હૉસ્પિટલમાં ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દહેજ અને શ્રી ગણેશ રેમેડીઝ લિમિટેડ અંકલેશ્વરનાં સૌજન્યથી સીએસઆર હેઠળ આંખ વિભાગમાં અતિ આધુનિક મશીન ઓપ્ટિકલ બાયો મીટરને ખુલ્લું મુકવામાં આવ્યું. જે દર્દીઓને મોતીયાનું ઑપરેશન કરવાનું હોય છે, તેવા દર્દીઓ માટેના લેન્સનું માપ લેવામાં આ મશીન મદદરૂપ સાબિત થશે. આને લઈને સીધો નંબર નહિવત આવતો હોવાથી દર્દીને ચશ્માની જરૂરિયાત નહિવત રહેશે. હોસ્પિટલમાં ગરીબ દર્દીઓની સેવામાં આ અતિ આધુનિક મશીન અર્પણ કરવામાં આવ્યું.

Advertisement

આ પ્રસંગે ડો. રાજેશ પટેલ તેમજ ઉપરોક્ત કંપનીના અધિકારીઓ સેવા રૂરલના આંખ વિભાગના વિક્રમસિંહ તેમજ અન્ય કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ મશીનનું ઉદ્ઘાટન લીમોદરાના ગંગાબેનના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઝઘડિયાની સેવા રૂરલ સંસ્થામાં આંખનો વિભાગ વર્ષોથી સારી રીતે કાર્યરત છે. સેવા રૂરલ સંસ્થા દ્વારા વિવિધ સ્થળોએ અવારનવાર આંખ નિદાન કેમ્પોનું પણ આયોજન કરવામાં આવતું હોય છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ગોધરાના વાલ્મીકી વાસ ખાતે જગત જનની માં જગદંબા માતાજીના ચૌદમાં પાટોત્સવની તડામાર તૈયારીઓ.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાના સફાઈ કર્મચારી સાથે નગરસેવકે અભદ્ર વર્તન કર્યું હોવાના આક્ષેપ, જાણો શું કહ્યું હેમેન્દ્ર કોઠીવાલાએ ..?

ProudOfGujarat

મહેમદાવાદના વરસોલા ચોકડી પાસે અકસ્માત થયેલ કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!