Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : લીંબડી નગરપાલિકામાં આજે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી.

Share

તાજેતરમાં જ લીંબડી નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આવી જતા ભાજપ પક્ષે 28 બેઠક મળીને સત્તા હાંસલ કરી હતી ત્યારે આજે લીંબડી નગરપાલિકામાં લીંબડી ડેપ્યુટી કલેકટર તેમજ લીંબડી ચીફ ઓફિસરનાં અધ્યક્ષ સ્થાને બેઠક મળેલ અને લીંબડી નગરપાલિકાનાં પ્રમુખ – ઉપપ્રમુખ તરીકે નામો જાહેર કરી પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી.

જેમાં નગરપાલિકા પ્રમુખ તરીકે જિજ્ઞાષાબેન ઉર્ફે બેલાબેન શુક્લ, અને ઉપપ્રમુખ તરીકે ગીતાબેન જે. મકવાણા ત્યારે બીજી તરફ કારોબારી ચેરમેન તરીકે મનુભાઈ જોગરાણા પક્ષના નેતા તરીકે રઘુભાઈ પટેલ અને દંડક તરીકે ભરતસિંહ એમ. ઝાલાની વરણી કરવમાં આવી હતી.

આ કાર્યક્રમમાં ભાજપમાંથી ચૂંટાયેલા તમામ સદસ્યો તેમજ પૂર્વ ચેરમેન શંકરલાલ દલવાડી, લીંબડી શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ શેઠ, મંત્રી બીપીનભાઈ પટેલ, રાજુભાઇ ભરવાડ, યશવંતસિંહ પરમાર, દેવાભાઈ સોની, કિશોરસિંહ રાણા, પ્રતિમાબેન રાવલ, કાજલબેન શેઠ, પ્રીતિબેન ભટ્ટ, તેમજ ભાજપનાં કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

નગરપાલિકાઓ બાદ હવે ભરૂચ જિલ્લાની તાલુકા પંચાયતો માટે કસરત શરૂ…

ProudOfGujarat

એક્સપ્રેસ હાઈવેમાં જમીન સંપાદન પ્રક્રિયામાં ખેડૂતોને થતાં અન્યાય બાબતે સંદીપ માંગરોલા એ કલેકટરને કરી રજૂઆત

ProudOfGujarat

અનોખી ઉજવણી : મોહરમ નિમિત્તે મોહદ્દીસે આઝમ મિશન રાજપીપળા બ્રાન્ચ તરફથી ઘરડા ઘરમાં જમણવાર નું આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!