આજે ખાંડીયા ગામની આસપાસનાં વિસ્તારમાં વસવાટ કરતાં લોકો માટે ફાળો એકત્રિત કરી રહ્યા છે જેમાં લીંબડીથી ધંધુકા સુધીનાં માર્ગમાં જાદવ અમરદીપસિંહ અને તેમના મિત્ર મંડળ દ્વારા ધૈર્યરાજ સિંહની બીમારી માટે કોઈ મોટી રકમ ના શકય થાય તો કંઇ નહીં પરંતુ માર્ગ ઉપર વાહનો રોકી લોકોને પ્રેમથી સમજાવી બાળકની બીમારી માટે ફાળો એકત્ર કરવામાં કરવામાં આવી રહ્યો છે.
લીંબડીથી ધંધુકા રોડ પર ખાંડીયા ગામે લોકોના ઘરે ઘરે પણ જય ફાળો લેવાની કામગીરી કરવામાં આવી છે. આ બાળકની બીમારીમાં ખર્ચ ખૂબ જ વધારે હોય જેથી લોકો પોતાનાથી શક્ય થાય તેટલા પ્રયત્નો કરી રહ્યા છે. રોડ ઉપર નાના મોટા વાહનો તેમજ લોકોને સાથ સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી હતી, લોકોએ પોતાની ઈચ્છા પ્રમાણે ફાળો આપી સાથ સહકાર આપ્યો હતો.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement