આમોદ તાલુકાના ઈખર સ્થિત મરિયમનબેન મેમોરિયલ હાઈસ્કૂલ ઈખરમાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ધોરણ 9 માં અભ્યાસ કરતી આર્થિક પછાત/આદિજાતિની 70 વિદ્યાર્થિનીઓને વિના મૂલ્યે સાયકલ વિતરણ શાળાનાં આચાર્ય મહમદહનીફ આદમ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
શાળામાં વિદ્યાર્થિનીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટે, વિદ્યાર્થીનીઓ શાળાએ નિયમિત આવે તથા દીકરીનું ભણતર કદી અટકે નહીં એ આ યોજના પાછળનો મુખ્ય હેતુ છે જેને સાર્થક કરવા શાળા પરિવાર સતત પ્રયત્નશીલ છે એમ શાળાનાં આચાર્યએ વાતચીતમાં જણાવ્યું હતું. સાયકલ પ્રાપ્ત થતા કન્યાઓ તથા તેમના વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
યાકુબ પટેલ : પાલેજ
Advertisement