Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાનાં રાજપારડી ખાતેનાં લિગ્નાઇટ પ્રોજેકટમાં હજારો ટન લિગ્નાઇટ પાણીમાં ડુબી ગયો.

Share

ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકાનાં રાજપારડી ખાતે રાજ્ય સરકારનાં ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિમિટેડ સંચાલિત લિગ્નાઇટ પ્રોજેક્ટ ૧૯૮૩ ની સાલથી કાર્યરત છે. રાજપારડી ખાતે ઉત્તમ પ્રકારના લિગ્નાઇટનું ઉત્પાદન થાય છે. આ લિગ્નાઇટની માંગ રાજ્યભરમાં રહે છે. રાજપારડી લિગ્નાઇટ પ્રોજેક્ટ ખાતે હાલમાં જ્યાં લિગ્નાઇટ ઉત્પાદન માટે ખાણકામ કરવામાં આવે છે તે સ્થળે ખાણકામ દરમિયાન નીકળેલ પાણીનું તળાવ બનાવવામાં આવેલ હતું. ડમ્પ કરેલ માટીનાં કારણે તળાવ ફાટતા ખુલ્લા થયેલા લિગ્નાઇટ પ્લોટમાં પાણી ફરી વળતાં હજારો ટન લિગ્નાઇટ પાણીમાં ડૂબી ગયો હોવાની વિગતો સામે આવી છે. આ અંગે સ્થાનિક જનતામાં ચર્ચાતી વાતો મુજબ ખાણકામ દરમ્યાન જે પાણી જમીનમાંથી નીકળે છે તે પાણીના નિકાલ માટે ખાણમાં જ મોટું તળાવ બનાવવામાં આવેલ છે. ખાણકામ દરમિયાન મોટા પાયે માટી પણ નીકળતી હોઇ, જાણવા મળ્યા મુજબ આ માટી ખાણકામથી ત્રણ કિલોમીટરથી દુર ડમ્પ કરવાની હોય છે, તેના બદલે રાજપારડી લિગ્નાઇટ પ્રોજેક્ટના વહીવટ કર્તાઓ તથા કોન્ટ્રાક્ટરના મેળાપીપણામાં ખાણ કામની નજીક જ પાણીના તળાવની આજુબાજુ હજારો ટન માટી ડમ્પ કરવામાં આવી હતી. આ માટીનું દબાણ વધતા તળાવનો પાળો તુટી ગયો હતો. તેને લઇને ખાણકામ કરી ખુલ્લી કરવામાં આવેલ લિગ્નાઇટવાળી જગ્યાએ લાખો લિટર પાણી ઘુસી જતા હજારો ટન લિગ્નાઇટ પાણીમાં ડુબી ગયો હતો. હજારો ટન લિગ્નાઇટ પાણીમાં ગરકાવ થતા નિગમને કરોડો રૂપિયાનું નુકસાન થયુ હોવાની વાતો ચર્ચામાં આવી છે આ બેદરકારી બદલ ઉચ્ચ સ્તરીય તપાસ થશે ખરી ? એવી ચર્ચાઓ સાથે જનતામાં વિવિધ સવાલો ઉઠવા પામ્યા છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

જન આંદોલન – ભરૂચ દહેજ માર્ગ પર ટોલનાકા પાસે ચક્કાજામ, બિસ્માર બનેલો માર્ગની મરામત કરવાની ઉઠી માંગ.

ProudOfGujarat

સુરત : વેસુ SMC આવાસમાં આજે સવારે ગેસ સિલિન્ડરમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થતાં ત્રણ લોકો ગંભીર રીતે દાઝયા હતા.

ProudOfGujarat

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં શ્રી રણછોડરાયજી મહારાજનો ૧૯૨ મો પાટોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!