પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગમાં કોરોના વાયરસે ફરીવાર પોતાનો વિકરાળ પંજો ફેલાવતા વધુ એક કેસ પોઝીટીવ આવતા ચારેય તરફ કોરોનાનો ભય પ્રજામાં જોવા મળી રહયો છે.
નેત્રંગ તાલુકામાં કોરોના વેકસીન સિનીયર સિટીઝનોને આરોગ્ય વિભાગ દ્રારા રેફરલ હોસ્પીટલ ખાતે આપવામાં આવી રહી છે, આરોગ્ય વિભાગ કરેલ ટેસ્ટીંગમા ટાઉનની બે વિદ્યાર્થીનીઓ તેમજ વડપાન ગામનો એક વિધાથીનો રીપોર્ટ પ્રોઝીટીવ આવતા આ ત્રણે જણાને આરોગ્ય વિભાગ દ્વારા હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. તેવા સંજોગોમાં નેત્રંગ ટાઉનમાં કાપડનો ધંધો કરતા વેપારીના પત્ની કોરોનો ઝપેટમાં આવી ગયા છે. તેઓને સારવાર અર્થે બારડોલી ખાતે લઇ જવામાં આવેલ છે. આમ નેત્રંગમાં કોરોના ફરીથી સકિય થતા ધીમે ધીમે કેસોની સંખ્યામાં વધારો થઇ રહયો છે.આવનાર હોળી ધુળેટીનાં તહેવારોને ધ્યાન પર લઇને આરોગ્ય વિભાગ, તેમજ વહીવટી તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કોરોનાને દામી દેવાના પગલાં ભરવામાં આવે સાથે સાથે પ્રજા પણ તકેદારી દાખવે તે જરૂરી બન્યુ છે.