Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા જી.આઇ.ડી.સી. માં આવેલ કંપનીનાં વેર હાઉસમાંથી ૨૨ લાખ રૂપિયાનો સામાન ચોરાયો.

Share

સુરત જિલ્લાનાં નાના વરાછા ખાતે આવેલ સેન્ટ્રલ વેર હાઉસ કોર્પોરેશનમાં પવનકુમાર રામચંદ્ર દાસ મેનેજર તરીકે ફરજ બજાવે છે. આ કંપની વેર હાઉસની દેખરેખ રાખવાનુ કામ કરે છે. હાલમાં આ કંપનીનુ કામ ઝઘડિયા જીઆઈડીસીની હિન્દુસ્તાન કોપર લિ. ની પ્રિમાઇસીસમાં સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન લિ.નુ કોપર મટીરીયલ તથા કોપર સ્ક્રેપવાળા વેર હાઉસ દેખરેખ રાખવાનુ કામ કરે છે. સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ૨૦૦૭ થી ૨૦૦૯-૧૦ સુધી કોપર મટીરીયલ તથા કોપર સ્ક્રેપ હિન્દુસ્તાન કોપર લિ. ને સપ્લાય કરતા આવેલ છે. ૨૦૧૦ માં કંપનીના પ્લાન્ટ બંધ થવાના કારણે આ વેર હાઉસમાં આશરે ૨૩ હજાર ટન મટીરીયલ તથા કોપર સ્ક્રેપ જે કંપનીના વેર હાઉસમાં રાખવામાં આવેલ હતો. તે પૈકીનો આશરે ૫૯ ટન સ્ક્રેપ કંપનીના વેરહાઉસમાં હોવાનું છેલ્લા ઓડિટ દરમિયાન જણાય આવેલ હતું. ગઈ તા ૬.૩.૨૧ ના રોજ વેરહાઉસમાં સિક્યુરિટી કર્મચારી રાજેન્દ્ર પ્રસાદનો ફોન આવ્યો હતો અને જણાવેલ કે ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ હિન્દુસ્તાન કોપર લિ. કંપનીમાં આવેલ વેર હાઉસમાં ઉપરનું પતરુ ખુલ્લું છે અને ચોરી થયેલ હોવાનું જણાય છે, જેથી પવનકુમાર દાસ તા.૮ મી ના દિવસે ઝઘડિયાની હિન્દુસ્તાન કોપર કંપનીમાં જઈ વેર હાઉસની તપાસ કરેલ જ્યારે કોપર સ્ક્રેપ ચોરી થયેલું તેમના ધ્યાને આવ્યું હતું. કોઈ અજાણ્યા ઈસમ દ્વારા વેર હાઉસનું પતરું ખોલી કોપરની ચોરી કરેલ હોવાનું જણાયું હતું. ત્યારબાદ કેટલુ કોપર ચોરાયુ છે તેનો સર્વે કર્યા બાદ તેમના ધ્યાને આવેલ કે વેર હાઉસમાંથી આશરે ૭ ટન જેટલું સ્ક્રેપ ચોરી થયેલ છે જેની અંદાજિત કિંમત ૨૨ લાખ રૂપિયા જેટલી થાય છે. સર્વે કર્યા બાદ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી ચોરાયેલા મટીરીયલ બાબતે સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન લિ.ના મેનેજર અરવિંદકુમાર પાલ શ્રીધર્મદાસ પાલ સાથે પવન કુમાર રામચંદ્ર રામદાસ ઝઘડિયા પોલીસ મથકમાં કંપનીના વેર હાઉસ ૨૨ લાખ રૂપિયાના ૭ ટન જેટલા કોપર સ્ક્રેપની કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ચોરી ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

પાલેજમાં મકરસંક્રાંતિ પર્વ ટાણે બજારોમાં મંદીનો માહોલ, વેપારીઓ મૂંઝવણમાં મુકાયા.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના 15 ગામના 110 લાભાર્થી પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નવા આવાસમાં ગૃહ પ્રવેશ કરાવાયો.

ProudOfGujarat

કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તા.૧૦ એ યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!